પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના BSF શહિદ જવાન વિનોદભાઈનો નથી આ વાત તદ્દન ખોટી છે. તેઓ અન્ય જગ્યાએ અન્ય સ્થળે ફરજ બજાવતી વખતે શહિદ થયા છે.

થોડા સમય પહેલા ગુજરાતના મહિસાગર જિલ્લાના કડાણા ગામના વતની અને બીએસએફ જવાન વિનોદભાઈ ખાટ ફરજ દરમિયાન શહીદ થયા હતા. સ્થાનિક મીડિયા દ્વારા તેમની અંતિમક્રિયાના અહેવાલ પણ પ્રસારિત કર્યા હતા. ત્યારે આર્મીના જવાન પર હુમલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતના કડાણા તાલુકાના બીએસએફ જવાનને આતંકીએ ગોળી મારતા શહીદ થયા હોવાનો આ વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 21 જૂલાઈ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતના કડાણા તાલુકાના બીએસએફ જવાનને આતંકીએ ગોળી મારતા શહીદ થયા હોવાનો આ વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને 25 એપ્રિલ 2023નો હિન્દુસ્તાન ટાઈમ્સનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, જમ્મુ-કાશ્મીરના પૂંચમાં આર્મીના કાફલા પર એક આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં આર્મીના 5 જવાનોના મોત થયા હતા. હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદની જ એક પાંખ પીપલ્સ એ્ન્ટ ફાસિસ્ટ ફ્રંટ (PAFF)એ લીધી હતી. વળી અહેવાલોમાં કહેવાયું છે કે, 5 મે-2024ના આંતકી પાંખ પીએએફએફ દ્વારા 20 એપ્રિલના રોજ કરેલા હુમલાના ફૂટેજ પણ રિલિઝ કરવામાં આવ્યા હતા. આંતકીએ બોડીકેમ દ્વારા હુમલો કેમેરામાં કેદ કર્યો હતો તેના ફૂટેજી હોવાની વાત તેમાં કરવામાં આવી હતી.

તેમજ એક વિરિષ્ઠ પોલીસ અધિકારીએ આ વીડિયો વિશે એમ પણ કહ્યું હતું કે, “વીડિયો સાચો છે.”

Hindustan Times | Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને ઇન્ડિયન આર્મી દ્વારા 20 માર્ચ 2023ના કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, પૂંચ હુમલામાં શહિદ થયેલા વીર જવાનોના નામ જાહેર કરાયા હતા. અને તેમાં કોઈપણ સુરક્ષાકર્મી ગુજરાતના હોવાનો ઉલ્લેખ નથી. જેના પરથી સાબિત થાય છે કે વાયરલ વીડિયોમાં જે જવાનને આતંકી ગોળી મારી રહ્યો છે તે સુરક્ષાકર્મી ગુજરાતના નથી.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના BSF શહિદ જવાન વિનોદભાઈનો નથી આ વાત તદ્દન ખોટી છે. તેઓ અન્ય જગ્યાએ અન્ય સ્થળે ફરજ બજાવતી વખતે શહિદ થયા છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:આર્મી પર થયેલા હુમલાના જૂના વીડિયોને ખોટી માહિતી સાથે વાયરલ... જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: Misleading