છેલ્લા બે દિવસથી એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બેનર જોવા મળે છે. જેમાં બંને બાજુ અદાણી એરપોર્ટસ લખેલુ છે અને મધ્યમાં લખવામાં આવ્યુ છે કે, અમદાવાદમાં આપનું સ્વાગત છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ એરપોર્ટ પરથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હટાવી દેવામાં આવ્યુ છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, અમદાવાદ એરપોર્ટ પરથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હટાવી દેવામાં નથી આવ્યુ, સરદાર વલ્લભભાઈ પટેલનું નામ એરપોર્ટ પર યથાવત છે. ખોટી માહિતી ફેલાવી લોકોને ભ્રામિક કરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ગીર ગઢડા નું ગાંડો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમદાવાદ એરપોર્ટ પરથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હટાવી દેવામાં આવ્યુ છે.”

Facebook | Fb post archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે એ જાણવા પ્રયત્ન કર્યો હતો કે, આ પ્રકારની માહિતી સોશિયલ મિડિયામાં આવી ક્યાંથી, દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, ગુજરાત કોંગ્રેસ કમિટિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા ટ્વિટ કરી અને માહિતી સોશિયલ મિડિયામાં વહેતી કરી હતી કે, અમદાવાદ એરપોર્ટ પરથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હટાવી દેવામાં આવ્યુ. તેમનું આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.

Archive

ગુજરાતના સ્થાનિક મિડિયામાં આ ટ્વિટને લઈ ખૂબ ચર્ચા થઈ હતી. જેમાં GSTV, સંદેશ ન્યુઝ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યો હતો.

જો કે, અમને વોઈસ ઓફ ગુજરાતનું એક ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં અમિત ચાવડાના ટ્વિટનું ખંડન કરવામાં આવ્યુ હતુ અને આ બોર્ડની બીજી બાજુ બતાવવામાં આવી હતી. આ બોર્ડની બીજી બાજુ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રિય હવાઈ મથકમાં આપનું સ્વાગત લખેલુ જોવા મળે છે. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

વોઈસ ઓફ ગુજરાત દ્વારા તેમની વેબસાઈટ પર આ અંગેનો એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

પીઆઈબી ગુજરાત દ્વારા પણ તેમના ઓફિશિયલ એકાઉન્ટ પરથી અમિત ચાવડાના આ ટ્વિટનું ખંડન કરવામાં આવ્યુ હતુ અને આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

પીઆઈબી ગુજરાત દ્વારા પણ વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અમદાવાદ એરપોર્ટ પરથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હટાવી દેવામાં નથી આવ્યુ, સરદાર વલ્લભભાઈ પટેલનું નામ એરપોર્ટ પર યથાવત છે. ખોટી માહિતી ફેલાવી લોકોને ભ્રામિક કરવામાં આવી રહ્યા છે.

Avatar

Title:શું ખરેખર અમદાવાદના એરપોર્ટ પરથી સરદાર પટેલનું નામ હટાવી દેવામાં આવ્યુ....?

Fact Check By: Yogesh Karia

Result: False