
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પહાડ પર વિશાળકાયનું પક્ષી દેખાય રહ્યુ છે. તેમજ તેમની આસપાસ કેમેરા લઈ વિડિયો શૂટ કરી રહેલા લોકો પણ જોવા મળી રહ્યા છે. આ વિડિયો સાથે માહિતી શેર કરવામાં આવી રહી છે કે, આ વિડિયો રામાયણમાં જે જટાયુનું વર્ણન કરવામાં આવ્યુ છે, તે પક્ષીનો છે.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો અરજેન્ટિનાનો છો અને સયાની નામના પક્ષીનો છે. વર્ષ 2014માં સ્વસ્થ થયા બાદ સયાની નામના આ પક્ષીને આઝાદ કરવામાં આવ્યો હતો. તેનો વિડિયો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
વાંદા જીણી જીવાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો રામાયણમાં જે જટાયુનું વર્ણન કરવામાં આવ્યુ છે, તે પક્ષીનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને સોશિયિલ મિડિયામાં આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, રામાયણમાં જેનું વર્ણન છે તે જટાયુનો આ વિડિયો છે અને હાલમાં તે કેરળમાં જોવા મળ્યુ છે. ટ્વિટર અને ફેસબુક પર આ વિડિયો ઘણા સમયથી ઉપલબ્ધ છે.
તેમજ આ સમાચાર અંગે ઈન્ટરનેટ પર વધુ સર્ચ કરતા અમને સમાચાર અહેવાલમાં ઘ ડોડો નામનો એક ન્યુઝ આર્ટિકલ પ્રાપ્ત થયો હતો. જેમાં વિડિયો અંગેની જાણકારી આપવામાં આવી હતી. જે અનુસાર આ પક્ષી એંડિયન કોંડોર છે અને આ પક્ષીનું નામ સચાની છે અને વિડિયો અર્જેન્ટિનાનો છે.

ધ ડોડોના આ ન્યુઝ આર્ટિકલ મુજબ, “વિડિયો 28 માર્ચ 2014નો છે જ્યારે સયાની નામનો આ પક્ષી લગભગ 16 મહિના પછી ફરીથી ઉડાન ભરી રહ્યો હતો, જેના કારણે તેની બચાવ ટીમ અને અન્ય લોકો આર્જેન્ટિનાના કૈટમાર્કામાં એક પર્વતની ટોચ પર એકઠા થયા હતા. ડિસેમ્બર 2012 માં, સયાનીને આર્જેન્ટિનાના કૈટમાર્કામાં ઝેર આપવામાં આવ્યું હતું, ત્યારબાદ તેની મૃત્યુની સંભાવના વધી ગઈ હતી. ત્યારબાદ સયાનીને સ્થાનિક પોલીસ અને અધિકારીઓની મદદથી એક વર્ષ કરતા વધુ સમયથી સારવાર માટે બ્યુનોસ એરેસ પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવ્યુ હતુ. જે બાદમાં 16 મહિના પછી માર્ચ 2014માં પક્ષી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયું હતું.”
તપાસ દરમિયાન, અમને એ પણ મળ્યું કે સયાની પક્ષીની સંભાળ બ્યુનોસ એરેસ ઝૂ સાથે 16 મહિના સુધી એએનડીએ સંસ્થા દ્વારા પણ રાખવામાં આવી હતી. તમારી માહિતી માટે, અમે જણાવી કે ANDA એ બ્રાઝિલની પ્રાણીય અધિકારની સમાચાર એજન્સી છે. એએનડીએ દ્વારા 4 સપ્ટેમ્બર 2018ના રોજ તેમની યુટ્યુબ ચેનલ પર વાયરલ થયેલ વિડિયોને બ્રોડકાસ્ટ કર્યો હતો તેને “ફ્લાઇટ ફોર ફ્રિડમ” કેપ્શન આપ્યું હતુ.
તેમજ વર્ષ 2014માં યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલો મુળ વિડિયો પણ તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, આ વિડિયો અરજેન્ટિનાનો છો અને સયાની નામના પક્ષીનો છે. વર્ષ 2014માં સ્વસ્થ થયા બાદ સયાની નામના આ પક્ષીને આઝાદ કરવામાં આવ્યો હતો. તેનો વિડિયો છે.

Title:શું ખરેખર રામાયણમાં જેનુ વર્ણન છે તે જટાયુનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
