ALONE BUT HAPPY નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરી હતી. ‘નવા કાશ્મીર ની કેટલીક મન મોહી લેતી તસવીરો.’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 175 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ તેનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 160 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટો ધારા 370 હટાવ્યા બાદના છે.

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ-પ્રથમ અમે પ્રથમ ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

GOOGLE REAVRCE IMAGE 1.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને LIFEGATE.COM વેબસાઈટનો તારીખ 2 માર્ચ 2019નો એક આર્ટીકલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે આર્ટીકલ તમે નીચે વાંચી શકો છો.

IMAGE NO 1.png

LIFEGATE.COM | ARTICLE

ત્યારબાદ અમે બીજા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને પરિણામો મળ્યા હતા. આ પરિણામો પરથી અમને THE WEEK નો 25 ફેબ્રુઆરી 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે આપ નીચે જોઈ શકો છો.

THE WEEK.png

THE WEEK | ARCHIVE

ત્યાર બાદ અમે ત્રીજી ફોટો ને ગૂગલ રિવર્સ ઇમેજના માધ્યમ થી સર્ચ કરી હતી. આ ફોટો અમને બાંગ્લા સમાચારની banglahunt.com વેબસાઈટ દ્વારા ઘાટીની અન્ય તસ્વીરો પણ સાથે પ્રસારિત કરી હતી.. પરંતુ આ ફોટોમાં કોઈ કેપ્સન આપવામાં આવ્યું ન હતું. તેમજ ફોટો નો ક્રેડિટ પણ કોઈને આપવામાં આવી ન હતી. આ સિવાય આ ફોટો બીજે ક્યાંય શેર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું ન હતું.

BANGLAHUNT.png

BANLAHUNT | ARCHIVE

ત્યાર બાદ અમે ચોથી ફોટોને ગૂગલ રિવર્સ ઇમેજના માધ્યમ થી સર્ચ કરી હતી આ ફોટો અમને rediff.com વેબસાઈટ પર મળી હતી. 3 નવેમ્બર 2017ના rediff દ્વારા પ્રસારિત એક આર્ટિકલમાં આ ફોટો ઉપયોગમાં લેવામાં આવી હતી.

rediff.png

REDIFF | ARCHIVE

ત્યાર બાદ અમે પાંચમી ફોટોને ગૂગલ રિવર્સ ઇમેજના માધ્યમથી સર્ચ કરી હતી આ ફોટો અમને ઇન્ડિયા ટુડે દ્વારા 26 જૂન 2017ના પ્રસારિત એક સમાચારમાં ઉપયોગમાં લેવામાં આવી હતી.

INDIA TODAY.png

INDIA TODAY l ARCHIVE

ત્યાર બાદની ફોટોને ગૂગલ રિવર્સ ઇમેજના માધ્યમથી સર્ચ કરી હતી. આ ફોટો અમને આદિત્ય રાજ કૌલના ઓફિસિયલ અકાઉન્ટ પર 10 જૂન 2017ના શેર કરેલી જોવા મળી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

આમ ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલી તમામ ફોટો જમ્મુ-કાશ્મીર માંથી ધારા 370 હટાવ્યા પહેલાની છે. કોઈ પણ ફોટો હાલની હોવાનું સાબિત થતું નથી. આ ફોટો લોકોમાં ભ્રામક્તા ફેલાવવા શેર કરવામાં આવી હોવાનું સાબિત થાય છે.

પરિણામ

આમ ઉપરોક્ત પોસ્ટ અમારી પડ઼તાલમાં ખોટી સાબિત થાય છે. પોસ્ટ માં શેર કરવા માં આવેલી ફોટો જમ્મુ-કાશ્મીર માંથી ધારા 370 હટાવ્યા પહેલા ની છે. કોઈ પણ ફોટો હાલની હોવાનું સાબિત થતું નથી. આ ફોટો લોકોમાં ભ્રામક્તા ફેલાવવા શેર કરવામાં આવી હોવાનું સાબિત થાય છે.

Avatar

Title:શું ખરેખર આ ફોટો જમ્મુ-કાશ્મીરમાં ધારા 370 હટાવ્યા પછીના છે....? જાણો શું છે સત્ય.........

Fact Check By: Yogesh Karia

Result: False