શું ખરેખર ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવ્યું આ પ્રકારનું નિવેદન…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Mahendra Patel  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 ઓગષ્ટ, 2019 ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં એવું લખેલું છે કે, अनुच्छेद 370 खत्म होने के बाद, कश्मीर मे तोडे गए 435 मंदिरों का होगा फिर से निर्माण ग्रहमंत्री : अमित शाह जय श्री राम. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે, અનુચ્છેદ 370 ખતમ થયા પછી કાશ્મીરમાં તોડી પાડવામાં આવેલા 435 મંદિરોનું ફરીથી નિર્માણ કરવામાં આવશે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 253 લોકોએ લાઈક કરી હતી. 22 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 20 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.08.14-13-23-51.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અનુચ્છેદ 370 ખતમ થયા પછી કાશ્મીરમાં તોડી પાડવામાં આવેલા 435 મંદિરોનું ફરીથી નિર્માણ કરવામાં આવશે એ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત. એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ अनुच्छेद 370 खत्म होने के बाद, कश्मीर मे तोडे गए 435 मंदिरों का होगा फिर से निर्माण : अमित शाह સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.co.in-2019.08.14-13-34-16.png

Archive

ઉપરના તમામ પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ પણ મીડિયા માધ્યમ દ્વારા પ્રસારિત કરવામાં આવેલી ભારતના ગૃહમંત્રી અમિત શાહના આ પ્રકારના નિવેદન અંગેની  કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ આ જ વાતને મળતા અન્ય સમાચાર ઘણા મીડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. અમર ઉજાલા દ્વારા 9 ઓગષ્ટ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારમાં અમને એ જાણવા મળ્યું હતું કે, સંત સમિતી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમાર દ્વારા કાશ્મીરમાં 370 હટાયા બાદ તોડી પાડવામાં આવેલા 435 મંદિરોના પુન:નિર્માણની માંગ કરવામાં આવી હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.amarujala.com-2019.08.14-13-41-23.png

 Archive

આ ઉપરાંત અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

hindi.siasat.comepostmortem.orghs.news
ArchiveArchiveArchive

અમારી વધુ તપાસમાં અમે ભારતના ગૃહમંત્રી અમિત શાહ સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય જ છે જેના લીધે અમે તેમના ફેસબુક અને ટ્વિટર પર પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતી શોધવાની કોશિશ કરી હતી. તો ત્યાં પણ અમને  પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

આ ઉપરાંત આ નિવેદન અંગે અમે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા સાથે વાત કરી તો તેઓએ અમને જણાવ્યું હતું કે, હજુ સુધી તો ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા  પ્રકારનું કોઈ જ નિવેદન આપવામાં નથી આવ્યું. કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકવામાં આવી છે.

2019-08-14.png

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ પ્રકારનું કોઈ જ નિવેદન આપવામાં આવ્યું નથી.

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નહીં પરંતુ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમાર દ્વારા સરકાર સમક્ષ આ કાશ્મીરમાં તોડી પાડવામાં આવેલા 435 મંદિરોના પુન:નિર્માણની માંગ કરવામાં આવી છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવ્યું આ પ્રકારનું નિવેદન…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False