શું ખરેખર ધોરણ 10 અન 12ના વિદ્યાર્થીઓ માટે પ્રધાનમંત્રી સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

જુન મહિના પહેલા 10 દિવસમાં ધોરણ 10 અને 12નું પરિણામ આવ્યુ હતુ. આ જ પૃષ્ટભૂમિ પર હાલમાં સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રધાનમંત્રી સ્કોલરશિપ યોજનાને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અબ્દુલ કલામ અને વાજપેયી નામથી ધોરણ 10 અને 12 સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી નથી. છેલ્લા ઘણા વર્ષોથી આ મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ છે. પરંતુ આ મેસેજ તદ્દન ખોટો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Milan Ponkiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 જૂન 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અબ્દુલ કલામ અને વાજપેયી નામથી ધોરણ 10 અને 12 સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવી.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

ગૂગલ પર સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ મેસેજ વર્ષ 2019થી સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

Facebook 

ત્યારબાદ અમે પીએમની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. પરંતુ અમને આ પ્રકારની કોઈ યોજના અંગે માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

તેમજ વધુ સર્ચ કરતા અમને પીઆઈબી દ્વારા પ્રસારિત કરવામાં આવેલુ એક ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં આ મેસેજને લઈ માહિતી આપવામાં આવી હતી કે, “ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામ અને ભૂતપૂર્વ PM અટલ બિહારી વાજપેયીના નામ પર કોઈ શિષ્યવૃત્તિ યોજના નથી જે 10મા કે 12મા ધોરણના વિદ્યાર્થીઓને પુરસ્કાર આપે છે.

Archive

તેમજ અમારી પડતાલને મજબૂત કરવા અમે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ શિષ્યવૃતી યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી નથી. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. લોકોએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવુ જોઈએ.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી નથી. છેલ્લા ઘણા વર્ષોથી આ મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ છે. પરંતુ આ મેસેજ તદ્દન ખોટો છે.

Avatar

Title:શું ખરેખર ધોરણ 10 અન 12ના વિદ્યાર્થીઓ માટે પ્રધાનમંત્રી સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False