બાંગ્લાદેશના વિડિયોને ભારતનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં જ રાજસ્થાનના જોધપુરમાં ઈદના અવસર પર થયેલી હિંસાના ઘણા વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન વધુ એક વિડિયો સામે આવ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો ટ્રક પર યુવકોને લાકડીઓથી મારતા હોય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મસ્જિદ સામે ડીજે વગાળતા મુસ્લિમ શખ્સો દ્વારા ટ્રકમાં સવાર લોકો પર હુમલો કર્યો હતો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો બાંગ્લાદેશનો છે. ત્યાંના ચંદપુર શહેરમાં કેટલાક યુવકો ડીજે વગાડીને ઈદની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારબાદ બંને મુસ્લિમ જૂથ્થો વચ્ચો બોલાચાલી બાદ લડાઈ થઈ હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

वतन ए आजादी आजादी નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મસ્જિદ સામે ડીજે વગાળતા મુસ્લિમ શખ્સો દ્વારા ટ્રકમાં સવાર લોકો પર હુમલો કર્યો હતો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ કીવર્ડ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને આ જ વિડિયો 6ઠ્ઠી મેના રોજ રેડિયો બરતા નામની વેરિફાઈડ ચેનલ પર પ્રસારિત થયો હતો.

જેમાં રિપોર્ટર જણાવે છે કે, ઈદના દિવસે કેટલાક યુવકો ટ્રક ભાડે કરીને જોરથી ડીજે વગાડીને ઈદની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારબાદ ત્યાં હાજર લોકોએ તે યુવકોને લાકડીઓ વડે માર માર્યો હતો.

આગળ વધીને, અમે આ વિશે વધુ જાણવાનો પ્રયાસ કર્યો. તપાસ દરમિયાન અમને આ વિડિયો ચંદપુર ટીવી નામના ફેસબુક પેજ પર પણ મળ્યો. તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે આમાં દેખાતી ઘટના બાંગ્લાદેશના ચંદપુર સ્થિત હાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. તમે નીચે આ વિડિયો જોઈ શકો છો.

ત્યારબાદ અમે ફેસબુક દ્વારા ચંદપુર ટીવીનો સંપર્ક કર્યો. તેણે અમને જણાવ્યું કે “ઈદના અવસર પર કેટલાક યુવકો પીકઅપ વાનમાં ડીજે લગાવીને ઈદની ઉજવણી કરી રહ્યા હતા. આ કારણે ત્યાં હાજર લોકોએ વાંધો ઉઠાવ્યો અને તેમની વચ્ચે બોલા-ચાલી થઈ હતી. ત્યારબાદ હાજીગંજ પોલીસ સ્ટેશનના OC મોહમ્મદ ઝુબેર સૈયદ તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા અને ચેતવણી આપી. અને પછી તેઓને મુક્ત કરવામાં આવ્યા.”

ફેક્ટ ક્રેસેન્ડોએ બાંગ્લાદેશ સ્થિત મિડિયા હાઉસ, Rumour Scannerનો સંપર્ક કર્યો. તેણે એ પણ પુષ્ટિ કરી કે આ વિડિયો બાંગ્લાદેશના હાજીગંજ વિસ્તારનો છે. અને ઉપરોક્ત વિડિયોમાં આપેલ માહિતી ખોટી છે.

તમને જણાવી દઈએ કે ઉપરોક્ત પુરાવાઓમાં ક્યાંય પણ એવું કહેવામાં આવ્યું નથી કે આ હિંદુ અને મુસ્લિમ સમુદાય વચ્ચેની લડાઈ છે.

આની પુષ્ટિ કરવા માટે, અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને jugantor.com અને mzamin.com પર પ્રકાશિત સમાચાર લેખોમાં લખવામાં આવ્યું છે કે બંને જૂથો પણ મુસ્લિમ સમુદાયના છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો બાંગ્લાદેશનો છે. ત્યાંના ચંદપુર શહેરમાં કેટલાક યુવકો ડીજે વગાડીને ઈદની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારબાદ બંને મુસ્લિમ જૂથ્થો વચ્ચો બોલાચાલી બાદ લડાઈ થઈ હતી.

Avatar

Title:બાંગ્લાદેશના વિડિયોને ભારતનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False