
Vishnubhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 86 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. 16 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 85 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ASIના પૂર્વ ડાયરેક્ટ કે.કે.મોહમ્મદે દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, ‘અયોધ્યામાં ખોદાઈ સમયે મંદિર નીકળ્યુ હતુ. જે-તે સમયે તેમણે સરકારને આ જમીન હિંદુઓને આપી દેવા જણાવ્યુ પરંતુ તે સમયની કોંગ્રેસની સરકારે તેમને સસ્પેન્ડ કર્યા હતા.’

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને ધ્યાનથી જોઈતા વિડિયોમાં નિવેદન આપી રહેલી વ્યક્તિ શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રીઝવી હોવાનું જણાયુ હતુ. 1.15 સેકેન્ડનો આ પુરો વિડિયો અમે સાંભળ્યો હતો. અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે નિવેદન તેમણે આપ્યુ હોવાનું જાણવા મળ્યુ ન હતું. આ નિવેદન તેમણે 2018માં આપ્યુ હતુ. જેને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યુ હતુ, જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ એ જાણવું પણ જરૂરી હતું કે, શું કે.કે.મોહમ્મદ દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ક્યારેય નિવેદન કરવામાં આવ્યુ છે કે નહીં તેથી અમે જૂદા-જૂદા કીવર્ડથી સર્ચ કરતા અમને NEWS18 HINDI દ્વારા તારીખ 31 માર્ચ 2017ના ડો.કે.કે.મહમ્મદનું જે ઈન્ટરવ્યુ કરવામાં આવ્યુ હતુ તે પ્રાપ્ત થયુ હતું. જેમાં તેઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે, તેઓ તે સમયે તે ટીમનો ભાગ રહ્યા હતા. જે ટીમને ડો.બી.આર.મણી લીડ કરી રહ્યા હતા. આ ઈન્ટરવ્યુમાં તેઓ ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનું જણાવી નથી રહ્યા.

તેમજ ડો.કે.કે.મોહમ્મદનું દૂરદર્શન ન્યુઝ દ્રારા 15 સપ્ટેમ્બર 2018ના લેવામાં આવેલુ ઈન્ટરવ્યુ પ્રાપ્ત થયુ હતુ. જેમાં પણ તેઓ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનું જણાવી નથી રહ્યા. જે ઈન્ટરવ્યુ આપ નીચે જોઈ શકો છો.
તેમજ અલીગઢ મુસ્લીમ યુનિવર્સીટી દ્વારા ડો.કે.કે.મોહમ્મદની સંપૂર્ણ પ્રોફાઈલ તેમની વેબસાઈટ પર મુકી હતી. જે અમને પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ તેઓ ક્યાંય જણાઈ નથી રહ્યુ કે, તેઓને ક્યારેય સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય. વર્ષ 2012માં તેઓ રિટાયર થયા હતા. ત્યાં સુધીમાં ક્યારેય તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ ન હતુ. જે પ્રોફાઈલ તમે નીચે જોઈ શકો છો.

જો કે, અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે સીધી જ ડો.કે.કે.મોહમ્મદ જોડે વાત કરી હતી તેમણે અમને જણાવ્યુ હતુ કે, ‘આપ જે પ્રકારે જણાવી રહ્યા છો. તે પ્રકારે ક્યારેય મે નિવેદન આપ્યું નથી. તેમજ મને ક્યારેય પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો નથી.’

આમ, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. પોસ્ટમાં કરવામાં આવેલા મુજબની વાત ખોટી છે. કારણ કે, ડો.કે.કે.મોહમ્મદને ક્યારેય પણ સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા….
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, ASIના પૂર્વ ડાયરેક્ટર ડો.કે.કે.મોહમ્મદને ક્યારેય પણ સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા….જે વાતને તેઓ દ્વારા નકારી કાઢવામાં આવી હતી.

Title:શું ખરેખર કોંગ્રેસ દ્વારા ASIના પૂર્વ ડાયરેક્ટર કે.કે.મોહમ્મદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા…? જાણો શું છે સત્ય………
Fact Check By: Yogesh KariaResult: False
