સાઉથ આફ્રિકાની હોટલમાં આવેલા દીપડાનો વીડિયો રાજસ્થાનના રણથંભોરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Deven Paleja નામના ફેસબુક યુઝર દ્વારા 17 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સવાર ના મોંઘેરા મહેમાન તાજ રણથંભોર ખાતે ..રજવાડી ઠાઠ ... પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાજસ્થાનના રણથંભોર ખાતે આવેલી હોટલ તાજમાં ફરી રહેલા દીપડાનો આ વીડિયો છે. આ પોસ્ટને 10 લોકોએ લાઈક કરી હતી. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.09.18-11_30_49.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર રાજસ્થાનના રણથંભોર ખાતે આવેલી હોટલ તાજમાં ફરી રહેલા દીપડાનો આ વીડિયો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને travelandleisure.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 9 સપ્ટેમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સાઉથ આફ્રિકા ખાતે આવેલી સિંગીતા ઈબોની લોજમાં દીપડો ઘૂસી આવ્યો હતો તેનો આ વીડિયો છે. 

screenshot-www.travelandleisure.com-2020.09.18-11_49_18.png

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. foxnews.com | thesouthafrican.com | nypost.com

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો Kruger Sightings નામની યુટ્યુબ ચેનલ દ્વારા પણ 6 સપ્ટેમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ વીડિયો સાઉથ આફ્રિકાની હોટલનો  હોવાની માહિતી આપવામાં આવી છે.

Archive

ઈંગ્લેન્ડના પ્રખ્યાત ક્રિકેટર કેવિન પીટરસન દ્વારા આ વીડિયો સૌપ્રથમ 3 સપ્ટેમ્બર, 2020 ના રોજ તેમના ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં પણ આ વીડિયો સાઉથ આફ્રિકાનો હોવાની માહિતી આપવામાં આવી છે.

https://www.instagram.com/p/CErMZdZFQWB/

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો હોટલમાં ઘૂસેલા દીપડાનો વીડિયો રાજસ્થાનના રણથંભોર ખાતે આવેલી હોટલ તાજનો નહીં પરંતુ સાઉથ આફ્રિકાની એક હોટલમાં બનેલી ઘટનાનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો હોટલમાં ઘૂસેલા દીપડાનો વીડિયો રાજસ્થાનના રણથંભોર ખાતે આવેલી હોટલ તાજનો નહીં પરંતુ સાઉથ આફ્રિકાની એક હોટલમાં બનેલી ઘટનાનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:સાઉથ આફ્રિકાની હોટલમાં આવેલા દીપડાનો વીડિયો રાજસ્થાનના રણથંભોરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False