શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સોમનાથના દરિયાનો છે….? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

અરબી સમુદ્રમાં રચાયેલ સાયક્લોન “તાઉ તે” મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ક્ષેત્ર પરથી ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. ત્યારે દરિયાનો એક વિડિયો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયો વાયરલ કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના સોમનાથ દરિયાનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો ગુજરાતના સોમનાથનો નહિં પરંતુ આ વિડિયો સ્પેનના સેન સેબેસ્ટિયન શહેરનો છે. ગુજરાતના સોમનાથનો હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Suman Kala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના સોમનાથ દરિયાનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયો હતો.

ઉપરોક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ પર જાન્યુઆરી 2021માં અપલોડ કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો હતો. જે પોસ્ટ સાથે વાયરલ થઈ રહ્યો છે તે જ વિડિયો છે. વિડિયોના શીર્ષકમાં લખવામાં આવી રહ્યુ હતુ કે, “ઉત્તરી સ્પેઇનનો હોવાનું માનવામાં આવે છે.

ઉપરોક્ત વિડિયોમાં 1.45 મિનિટની આગળનો ભાગ કટ કરી અને સોમનાથના દરિયાના નામે વાયરલ કરવામાં આવી રહ્યુ છે. 

ત્યારબાદ અમને જાણવા મળ્યુ કે આ વિડિયો ખરેખર સ્પેનનો જ છે. આ માટે, આ સ્થાન શું છે તે બરાબર જાણવું જરૂરી છે.

સ્પેનમાં દરિયાના મોઝા વિશે જાણ્યા પછી, અમને ખબર પડી કે સેન સેબેસ્ટિયન શહેર ઉચા મોઝાનો અનુભવ કરી રહ્યું છે. મોજાના આ દ્રશ્યને જોવા માટે વિશ્વભરના પ્રવાસીઓ ત્યાં જાય છે.

ગૂગલ મેપ્સ પરની શોધમાં બહાર આવ્યું છે કે, વિડિયો સેન સેબેસ્ટિયનના ન્યુ સીમેનમાં, અલબત્ત, પેસો ન્યુવોનો છે. આ પદયાત્રીઓનો પ્રખ્યાત વોક-વે છે. તમે નીચે ગૂગલ મેપમાં આ સ્થાન જોઈ શકો છો.

વિડિયોની ડાબી બાજુએ ફૂટપાથ સમાપ્ત થાય છે અને થોડા અંતરે એક પર્વત જોઇ શકાય છે. તે ઉપર ગુગલ મેપ્સ પર પણ દેખાય છે.

વાયરલ વિડિયોમાં દેખાતા અમુક દ્રશ્યો અને ગૂગલ મેપ્સના દ્રશ્યોની અમે સરખામણી કરી હતી. જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ વિડિયો સ્પેનનો જ છે.

તો પણ એક સવાલ ઉભો થાય છે કે આ વિડિઓ બરાબર ક્યાં ઉભીને શૂટ કરવામાં આવ્યો હતો.? 

જેનો જવાબ અમને ગૂગલ અર્થની સહાયથી મળ્યો હતો.

3-ડી દ્રશ્યની સહાયથી, નીચે લાલ અને પીળા વર્તુળોમાં ચોક્કસ જગ્યા બતાવવામાં આવી છે. ઉપરની દિવાલ લાલ ચોકમાં દેખાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો ગુજરાતના સોમનાથનો નહિં પરંતુ આ વિડિયો સ્પેનના સેન સેબેસ્ટિયન શહેરનો છે. ગુજરાતના સોમનાથનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સોમનાથના દરિયાનો છે….?

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •