આ ભ્રામક મેસેજ વર્ષ 2016થી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આઇસલેન્ડ સરકાર દ્વારા આ પ્રકારે કોઈ રૂપિયા આપવામાં આવી રહ્યા નથી.

હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આઈસલેન્ડની સરકારને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે. જે સંપૂર્ણ દાવો આ પ્રકારે છે કે, “આઈસલેન્ડ સરકાર દ્વારા ત્યાંની યુવતી સાથે લગ્ન કરનારને યુવાનને મહિને 6 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Gujarati.club નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આઈસલેન્ડ સરકાર દ્વારા ત્યાંની યુવતી સાથે લગ્ન કરનારને યુવાન મહિને 6 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ જ ક્લેમ સાથેની પોસ્ટ વર્ષ 2016ની પ્રાપ્ત થઈ હતી. જે તમે લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.
ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને સ્થાનિક વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, આઇસલેન્ડ સરકાર દ્વારા સરકાર તમને આઇસલેન્ડર સાથે લગ્ન કરવા માટે કોઈ રકમ આપવામાં આવી રહી નથી.

તેમજ વધુ સર્ચ કરતા અમને ધ આઈસલેન્ડ મોનિટરે દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં સ્પષ્ટતા કરતા માહિતી આપવામાં આવી હતી કે, “આઈસલેન્ડના વિદેશ મંત્રાલયે પણ આ દાવાને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે દેશમાં આ પ્રકારના લગ્ન માટે કોઈ વિદેશીને ડોલર આપવામાં આવી રહ્યા નથી.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ મેસેજ વર્ષ 2016 થી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં કોઈ સત્યતા નથી. આ પ્રકારે કોઈ રૂપિયા આપવામાં આવી રહ્યા નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:આઈસલેન્ડ સરકાર દ્વારા યુવતી સાથે લગ્ન કરનારને ત્રણ લાખ રૂપિયા નથી આપવામાં આવી રહ્યા…જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
