
Adv Aslam Ansari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આવા હાલ છે સુરતના, સરકાર અને #મજદૂર એકબીજાના દુશ્મન બની ગયા હોય તેવી હાલત ભારતમાં ઠેરઠેર કેમ? નિષ્ફળ તંત્ર, ખામોશ મીડિયા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 36 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મજૂરો દ્વારા સુરતમાં કરવામાં આવેલી તોડફોડના આ દ્રશ્યો છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને ધ્યાનથી જોતા તેમાં અમને “Chenab Textile” નામનું એક બોર્ડ જોવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
Chenab textile મિલ ક્યાં આવેલી છે તે જાણવા માટે અમે ગૂગલ પર સર્ચ કરતા તે જમ્મુ-કાશ્મિરના કઠુઆમાં આવેલી હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 8 મે 2020ના ANI દ્વારા કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ચિનાબ ટેક્સટાઇલ મિલ્સના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું. કામદારો પગારની પૂર્ણ ચુકવણીની માંગ કરી રહ્યા છે. એસએસપી શૈલેન્દ્ર મિશ્રાએ કહ્યું, “તેઓને લાગે છે કે મિલ દ્વારા આપવામાં આવતી ચુકવણી પૂરતી નથી. આ ઉપરાંત તેઓ ઘરે જવા માંગે છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.””
The Tribune દ્વારા પણ તેમની યુટ્યુબ ચેનલ પર આ અંગેની માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે વિડિયોના દ્રશ્યો અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોના દ્રશ્યો એક સરખા જ છે.
પરિણામ
આમ અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના સુરતનો નહિં પરંતુ જમ્મુ કાશ્મિરના કઠુઆનો છે. લોકોમાં ભ્રામક્ત ફેલાવવા માટે આ વિડિયોને સુરતના નામે ફેલાવવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર સુરતમાં મજૂરો દ્વારા કરવામાં આવેલી તોડફોડના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
