
Paresh Patel નામના ફેસબુક યુઝર દ્વારા 2 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કાશી વિશ્વનાથ મંદિર. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરનો છે. આ પોસ્ટને 15 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કાશી વિશ્વનાથ મંદિરનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાંથી સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને varanasinews.today નામની એક વેબસાઈટ પર 22 ફેબ્રુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતા મંદિરના કેટલાક દ્રશ્યો તમે જોઈ શકો છો. આ સમાચારમાં એવી માહિતી આપવામાં આવી છે કે, વારાણસીમાં ભવ્ય મણી મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. જેના દ્વાર દર્શનાર્થીઓ માટે 28 ફેબ્રુઆરી, 2020 ના રેજ ખોલવામાં આવશે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને ZNDM News દ્વારા 24 ફેબ્રુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક વીડિયો સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ મંદિરના વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી છે કે, કાશીમાં 151 નંદેશ્વર શિવલિંગ ધરાવતા ભવ્ય મણી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે તમે નીચે જોઈ શકો છો.
મણી મંદિરના અન્ય વીડિયો પણ તમે અહીં જોઈ શકો છો. Doordarshi Darpan | Bol Banaras
નીચે તમે કાશી વિશ્વનાથ મંદિર અને મણી મંદિરને જોઈ શકો છો.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વારાણસીમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરનો નહીં પરંતુ મણી મંદિરનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વારાણસીમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરનો નહીં પરંતુ મણી મંદિરનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:મણી મંદિરનો વીડિયો કાશી વિશ્વનાથ મંદિરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
