શું ખરેખર સ્મૃતિ ઈરાની દ્વારા ઓફિસ સણગારવા માટે રૂ.1.16 કરોડનો ખર્ચ કર્યો….? જાણો શું છે સત્ય…..

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Padhiyar Shambhu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “स्मृति ईरानी ने ऑफिस सजाने पर खर्चे 1.16 करोड़, बिजेंदर सिंह ने 70 लाख में बनवाई फर्श और छत” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 25 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સ્મૃતિ ઈરાની દ્વારા તેની ઓફિસ સણગારવા માટે રૂપિયા 1.16 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “Smriti Irani spent 1.16 crores on decorating the office” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ પ્રકારની વાત વર્ષ 2016માં સામે આવી હતી. વર્ષ 2016માં ઈકોનોમિક ટાઈમ્સની RTI ના જવાબમાં જણાવવામાં આવ્યુ હતુ કે, 23 મંત્રીઓએ બે વર્ષમાં ઓફિસ રિનોવેટ કરવવા 3.5 કરોડનો ખર્ચ કર્યો હતો. જે સમાચારને તે સમયે જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. તે તમે નીચે જોઈ શકો છો.

MERINEWS | ARCHIVE

INIDIATIMES | ARCHIVE

ECONOMIC TIMES | ARCHIVE

જો કે, ત્યારબાદ હાલમાં આવા કોઈ ખર્ચ કરવામાં આવ્યા છે કે નહિં તે તપાસવુ જરૂરી હતી, તેથી અમે ગુજરાતના ભાજપાના પ્રવક્તા ભરત પંડયા જોડે વાત કરી હતી. તેણે અમને જણાવ્યુ હતુ કે, “કોંગ્રેસ દ્વારા આ પ્રકારે ખોટા મેસેજ ફેલાવી કેન્દ્રના નેતા અને સ્થાનિક નેતાઓની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. પરંતુ જનતા ભાજપાના નેતાઓને તેમના પ્રતિનિધીઓને સારી રીતે ઓળખે છે.”

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે કોઈ ખર્ચ હાલમાં નથી કરવામાં આવ્યો, વર્ષ 2016ના સમાચારને હાલમાં ખોટી રીતે વાયરલ કરી લોકોને ભ્રામક કરવા આવી રહ્યા છે. 

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે કોઈ ખર્ચ હાલમાં નથી કરવામાં આવ્યો, વર્ષ 2016ના સમાચારને હાલમાં ખોટી રીતે વાયરલ કરી લોકોને ભ્રામક કરવા આવી રહ્યા છે.

Avatar

Title:શું ખરેખર સ્મૃતિ ઈરાની દ્વારા ઓફિસ સણગારવા માટે રૂ.1.16 કરોડનો ખર્ચ કર્યો….? જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False