અમે ગુજ્જુ-Ame Gujju નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ભારતના લોકો દૂધ નહીં પરંતુ પીવે છે ઝેર, કારણ ઉત્પાદન 14 કરોડ લીટર જ્યારે વપરાશ છે 64 કરોડ લીટર શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 392 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 526 લોકોએ આ પોસ્ટને શેર કરી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં દૂધમાં મિશ્રણના કારણે લોકો દૂધ નહીં ઝેર પી રહ્યા છે. તેમજ બીજો દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે, વિશ્વ સ્વાસ્થય સંગઠન દ્વારા ભારત સરકાર માટે એડવાયઝરી બહાર પાડી છે જે અનુસાર સમ્રગ દેશની વસ્તીના 87 લોકો 2025 સુધીમાં કેન્સર જેવા જીવલેણ રોગનો શિકાર બની શકે છે.

FACEBOOK | PHOTO ARCVHIE | ARTICLE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ પોસ્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે હાલ એનિમલ વેલફેર બોર્ડના સભ્ય મોહનસિંહ અહલૂવાલિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યુ હતુ કે, સમગ્ર દેશમાં વેચાણ કરતા દૂધમાં ૬૮.૭ ટકા દૂધ તેમજ દૂધ થી બનતી દરેક આઈટમોમાં ભેળસેળ કરવામાં આવે છે. આ દૂધ અને તેની દરેક પ્રોડક્ટ ભારત ના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેંડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) ના ધારાધોરણ ને અનુરૂપ નથી. તો તે જાણવુ જરૂરી હતુ કે, મોહનસિંહ દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ છે કે કેમ.? તેથી અમે ગૂગલ પર “statement of mohansinh ahluwalia on milk” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા વર્ષ 2018માં પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જે સાબિતી આપતા હતા કે, આ નિવેદન હાલમાં નહીં પરંતુ વર્ષ 2018માં તેમના દ્વારા આપવામાં આવ્યુ હતુ. જે આપ નીચે જોઈ શકો છો.

ECONOMICS TIMES HINDI | ARCVHIVE

ECONOMICS TIMES ENGLISH | ARCHIVE

THE LALLANTOP | ARCHIVE

ત્યારબાદ અમારી પડતાલને આગળ વધારતા અમે એનિમલ વેલફેર બોર્ડના સભ્ય મોહનસિંહ અહલૂવાલિયા જોડે સીધી જ વાત કરી હતી અને તેમને અમને જણાવ્યુ હતુ કે, આ પ્રકારનું હાલ મે કોઈ નિવેદન આપ્યુ નથી, જે-તે સમયે સર્વે રિપોર્ટના આધારે મે નિવેદન આપ્યુ હતુ.

જો કે, આ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને પણ FSSAI દ્વારા નકારવામાં આવ્યો હતો. જે સમાચારને ન્યુઝ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

તેમજ વલર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની એડવાયઝરીની જે વાત ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવી છે. તેને પણ FSSAIના તે સમયના સીઈઓ પવન અગ્રવાલ દ્વારા નકારી કાઢવામાં આવી હતી અને જણાવવામાં આવ્યુ હતુ કે, આ પ્રકારનો કોઈ રિપોર્ટ WHO દ્વારા આપવામાં આવ્યો નથી. જે સમાચારને પણ ન્યુઝ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા.

ARCHIVE

આમ, ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલું નિવેદન હાલનું નથી તે વર્ષ 2018નું છે, તેમજ જે-તે સમયે તે નિવેદનને FSSAI દ્વારા નકારી કાઢવામાં આવ્યુ હતુ, તેમજ WHO દ્વારા પણ આ પ્રકારે કોઈ એડવાયઝરી જાહેર કરવામાં નથી આવી હોવાની FSSAIના સીઈઓ દ્વારા પૃષ્ટી કરવામાં આવી છે.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલું નિવેદન હાલનું નથી તે વર્ષ 2018નું છે, તેમજ જે-તે સમયે તે નિવેદનને FSSAI દ્વારા નકારી કાઢવામાં આવ્યુ હતુ, તેમજ WHO દ્વારા પણ આ પ્રકારે કોઈ એડવાયઝરી જાહેર કરવામાં નથી આવી હોવાની FSSAIના સીઈઓ દ્વારા પૃષ્ટી કરવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર ભારતમાં લોકો દૂધ નહીં ઝેર પીવે છે.? જાણો શું છે સત્ય......

Fact Check By: Frany Karia

Result: False