શું ખરેખર આ કેરેલાના થીરૂઅંનતપુરમ શહેરનો આ વિડિયો છે...? જાણો શું છે સત્ય…
Dinesh Kachhadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આપણને ભલે ભાષામાં સમજ નહિ પડે પણ દક્ષિણ ભારત નું થીરૂઅનંતપુરમ મા માસ્ક નહી પહેરનારા યુવાનોને એમ્બ્યુલન્સમાં બનાવટી કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે રાખી પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. જાગૃતિ માટે કરેલું આ કામ મને ગમ્યું” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1900લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. 146 લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1051 થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો કેરેલાના થીરૂઅંનતપુરમ શહેરનો વિડિયો છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
હાલમાં કોરોના વાયરસને લઈ સમગ્ર દુનિયામાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે સોશિયલ મિડિયામાં આવતી તમામ પોસ્ટ શંકા ઉપજાવે તેવી હોય છે ભલે તમારી ઈચ્છા ભલુ કરવાની હોય પરંતુ. સાચા ઈરાદાથી પણ ખોટી માહિતી શેર થઈ જાય તો તે ઘણી મુશ્કેલી કરી શકે તેમ છે. હવે આ વિડિયો જે પોસ્ટ સાથે શેર કરવામાં આવ્યો છે તે લોકોમાં જાગૃતી ફેલાવવાનો છે. પણ તેમાં જે શહેરનું નામ લખવામાં આવ્યુ છે. તે તદ્દન ખોટું છે. તો શું છે હક્કીત આવો આપને જણાવીએ..
ઉપરોક્ત પોસ્ટમાં જે દાવો કરવામાં આવ્યો છે તેની યોગ્ય પડતાલ કરવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. થીરુઅંનતપુરમ શહેર કેરેલામાં આવેલુ શહેર છે. જ્યારે વિડિયોમાં જે એમ્બ્યુલન્સ દેખાઈ છે તેમાં તામિલનાડુનું આરટીઓ પાસિંગ છે. તો પછી આ વિડિયો ક્યાંનો છે તે જાણવા અમે સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને VIKATAN.COM નામની વેબસાઈટ દ્વારા તારીખ 24 એપ્રિલ 2020ના એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, “આ ઘટના તામિલનાડુના તીરૂપુર શહેરની ઘટના છે.”
ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને હિન્દુસ્તાન ટાઈમ્સનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “તામિલનાડુના તીરૂપુરમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર સામે પોલીસે નવતર પ્રયોગ કર્યો છે.”
તામિલ ઈન્ડયન એક્સપ્રેસ દ્વારા પણ આ વિડિયોને શેર કરવામાં આવ્યો હતો. જેમાં પણ આ વિડિયો તીરૂપુર શહેરનો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.
તીરૂઅંનતપુરમ થી તીરૂપુરનું અંતર જાણવા અમે ગૂગલ મેપનો સહારો લીધો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ બંને શહેર વચ્ચેનું અંતર 490 કિમિ છે.” જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, બનાવટી કોરોના દર્દી સાથે યુવાનોને એમ્બ્યુલન્સમાં મુકીને પાઠ ભણાવવા પોલીસે પગલુ ભર્યુ હતુ. તે વાત સાચી છે. પરંતુ આ ઘટના કેરેલાના તીરૂઅંનતપુરમની નહિં પરંતુ તામિલનાડુના તીરૂપુરની છે.
Title:શું ખરેખર આ કેરેલાના થીરૂઅંનતપુરમ શહેરનો આ વિડિયો છે...? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: Partly False