શું ખરેખર ગુજરાતમાં થ્રી લેયર રોડ બન્યો છે.?

False સામાજિક I Social

ભાવિન પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા ગત તારીખ 16 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#વિકાશ ગુલામો જોઈલો ગુજરાત અમદાવાદ વસ્રાલ વિસ્તારનો ફોટોશિર્ષક હેઠળ શેર કરવામાં આવેલા ફોટોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ ફોટો ગુજરાતના અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારનો છે. આ પોસ્ટ પર 594 લોકોએ પોતાનો પ્રતિભાવો આપ્યા હતા, 22 લોકોએ પોતાનો મંતવ્ય જણાવ્યા હતા. તેમજ 3700થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ ફોટો અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારનો છે. ખરેખર આ ફોટો ક્યાંનો છે, તે જાણવું જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરવાની કાર્યવાહી કરી હતી. ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટાને અમે ગૂગલ રિવર્સ ઈમેજમાં સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યું હતું કે આ ફોટો રાજસ્થાનના જયપુર શહેરનો છે, ગુજરાતના અમદાવાદ શહેરનો નથી…આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે.

ત્યાર બાદ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મેટ્રો ટ્રેન આવેલી છે કે શું અને તે વિસ્તાર હકીકતમાં કેવો દેખાય છે. તે જાણવા અમે ગૂગલની મદદ લીધી હતી અને ગૂગલ પર “vastral metro station top angle photo” લખતા અમને ઘણા પરિણામો મળ્યા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી વસ્ત્રાલ વિસ્તારનો ઓરિજનલ ફોટો અમને મળ્યો હતો. જે આપ નીચે જોઈ શકો છો. તેમાં મેટ્રો ટ્રેન તો નજરે પડે છે પરંતુ થ્રી લેયર રોડ ક્યાંય દેખાતો નથી.

(AHEMDABAD VASTRAL AREA)

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, અમદવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મેટ્રો ટ્રેન તો આવેલી છે, પરંતુ થ્રી લેયર રોડ અમદવાદમાં કોઈ પણ વિસ્તારમાં છે જ નહીં.

Avatar

Title:શું ખરેખર ગુજરાતમાં થ્રી લેયર રોડ બન્યો છે.?

Fact Check By: Frany Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •