સ્પેનનો વીડિયો ફ્રાન્સના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ફ્રાન્સના એક કસ્બાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ફ્રાન્સનો નહીં પરંતુ સ્પેનનો છે. આ વીડિયોને ફ્રાન્સ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Utkal Thakor નામના ફેસબુક યુઝર દ્વારા 4 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ ફ્રાંસનો #કસ્બો છે.. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ફ્રાન્સના એક કસ્બાનો છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને dailymail.co.uk દ્વારા 2 નવેમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સ્પેનના બાર્સેલોના ખાતે કોરોનાના લોકડાઉનનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસ અને કેટલાક લોકો વચ્ચે ટકરાવ થયો હતો તેનો આ વીડિયો છે.

screenshot-www.dailymail.co.uk-2020.11.06-19_40_52.png

Archive

આજ માહિતી સાથેનો વીડિયો અમને Freddy Finesse નામના ફેસબુક પેજ પર પણ પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. The Telegraph | Ruptly

અમારી વધુ તપાસમાં અમે ગુગલ મેપનો ઉપયોગ કરીને બાર્સેલોનાના Via Laietana વિસ્તારને શોધવાની કોશિશ કરી હતી. તો અમને મળેલા પરિણામોમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ વીડિયોમાં દેખાતા દ્રશ્યો અને ગુગલ મેપના દ્રશ્યોમાં ઘણી સામ્યતા જોવા મળી હતી. આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ફ્રાન્સનો નહીં પરંતુ સ્પેનના બાર્સેલોનાનો જ છે.

image4.png

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ફ્રાન્સના કસ્બાનો નહીં પરંતુ સ્પેનના બાર્સેલોના ખાતે લોકડાઉનના ઉલ્લંઘન બાબતે લોકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો છે. જેને ફ્રાન્સ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:સ્પેનનો વીડિયો ફ્રાન્સના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False