શું ખરેખર નેપાળમાં જે લગ્નમાં રાહુલ ગાંધી ગયા હતા ત્યાં ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા..? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લગ્ન માટે નેપાળ ગયા હતા. દરમિયાન તેઓ એક પબમાં પણ ગયા હતા. આ મામલે તેઓને ટોણા મારવામાં આવી રહ્યા છે. આ પછી હવે એક તસવીર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેપાળમાં રાહુલ ગાંધી જે લગ્નમાં ગયા હતા તે લગ્નમાં બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ તસવીર વર્ષ 2011ની છે જ્યારે રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા ભૂટાનના રાજાના લગ્નના રિસેપ્શનમાં ગયા હતા. ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસના નેતા હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Narendrasinh Vaghela Rethal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 મે 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ લગ્નમાં બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને અમને 15 ઓક્ટોબર 2011ના રોજ હિન્દુસ્તાન ટાઈમ્સની વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટોને શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

હિન્દુસ્તાન ટાઈમ્સ | સંગ્રહ

આ અહેવાલમાં આપેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે ભૂટાનની રાજધાનીમાં રાજા અને રાણીના લગ્નના રિસેપ્શન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તત્કાલીન કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ભૂટાનના પૂર્વ રાજા જિગ્મે દોરજી વાંગચુક સાથે જોવા મળ્યા હતા.

તેના પરથી કહી શકાય કે આ તસવીર હાલની નથી પરંતુ વર્ષ 2011ની છે. વર્ષ 2011માં જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ પાર્ટીના નેતા હતા.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક નેપાળી મિત્રના લગ્નમાં પાંચ દિવસ માટે કાઠમંડુ ગયા છે. આ કારણે તેનો એક વિડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ચર્ચામાં છે. તેમાં તે એક નાઈટ ક્લબમાં જોવા મળે છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ તસવીર વર્ષ 2011ની છે જ્યારે રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા ભૂટાનના રાજાના લગ્નના રિસેપ્શનમાં ગયા હતા. ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસના નેતા હતા.

Avatar

Title:શું ખરેખર નેપાળમાં જે લગ્નમાં રાહુલ ગાંધી ગયા હતા ત્યાં ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા..? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False