શું ખરેખર સુરતમાં સસરા તેમની પુત્રવધૂને લઈને ભાગી ગયા….? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Yogesh Sojitra AAP નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ઘોર કળીયુગ સુરતના વેલનજામાં સસરા પુત્રવહુને લઈને ભાગી ગયા ભાગેડુ સસરા-વહુ વિશે માહિતી આપનારને પચાસ હજાર ઈનામ આપવાની પુત્રની જાહેરાત” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 39 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુરતમાં સસરા તેમની પુત્રવધૂને લઈ ભાગી ગયા.” 

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને દિવ્યભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો.

આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સસરાએ પુત્રવધૂને લઈને ભાગ્યા હોવાની વાતને અફવા ગણાવી હતી અને આ અંગે તેમણે પોલીસમાં અરજી પણ કરી હતી.”  

દિવ્યભાસ્કર | Archive 

તેમજ cn24News.in દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, સસરા દ્વારા આ અંગે સોશિયલ મિડિયામાં વિડિયો સંદેશ પણ પ્રસારિત કરી આ અફવાને વધૂ ન ફેલાવવા વિનંતી કરી હતી. 

Cn24News.in | ARCHIVE

તેમજ અમારી પડતાલને મજબૂતને મજબૂત કરવા અમે કામરેજ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો ત્યાં હાજર પોલીસ કર્મચારીએ અમને જણાવ્યુ હતુ કે, “આ અંગે અમને હાલમાં એક અરજી પ્રાપ્ત થઈ હતી. જે અંગે અમારી ટીમ દ્વારા તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સુરતમાં સસરા તેમની પુત્રવધૂને લઈ ભાગ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. આ એક અફવા છે. જે અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર સુરતમાં સસરા તેમની પુત્રવધૂને લઈને ભાગી ગયા….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False