બિહાર ચૂંટણીની વચ્ચે સોશિયલ મિડિયા પર એક ફોટો શેર કરવામાં આવી રહી છે. ફોટોમાં એક ખાલી સ્ટેજ પર બીજેપીના ઝંડા લગાડેલા જોવા મળે છે અને સ્ટેજ પર એખ શ્વાન બેસેલો જોવા મળે છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સ્ટેજ બિહાર ભાજપાનું છે. તેમજ આ ફોટો સાથે કટાક્ષ કરવામાં આવી રહ્યો છે કે, ભાજપા નેતાઓના ભાષણ સાંભળવવામાં લોકોને રસ નથી રહ્યો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ફોટોમાં બીજેપીના ઝંડા ફોટો શોપના માધ્યમથી એડિટેડ કરવામાં આવ્યા છે. તેમજ આ સ્ટેજ બિહારનું પણ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Salim chaudhari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બિહારમાં ચૂંટણી દરમિયાન ભાજપાના સ્ટેજ પર શ્વાન બેઠેલુ જોવા મળ્યુ.”

Facebook | Fb Post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ટ્વિટર પર નવેમ્બર 2015માં અપલોડ કરવામાં આવેલી ઓરિજનલ ઈમેજ પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમારી પડતાલને અમે આગળ વધારી હતી અને એ શોધવા પ્રયત્ન કર્યો હતો કે, આ ઝંડો ખરેખર ક્યાંનો છે.? દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, આ ઝંડો All India Federation of Anganwadi Workers and Helpers નો છે. AIFAWH દ્વારા સેંટર ઓફ ટ્રેડ યૂનિયન (CITU) દ્વારા આંગળવાડી કાર્યકર્તાઓ માટે બનાવામાં આવેલુ એક સંગઠન છે.

તેમજ વધુ શોધ કરતા અમને ઓરિજનલ ફોટો ઓગસ્ટ 2015માં કેરળમાં એક ફેસબુક યુઝર દ્વારા અપલોડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ ઓરિજનલ ઈમેજ અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી બનાવટી ઈમેજ વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ફોટોમાં બીજેપીના ઝંડા ફોટો શોપના માધ્યમથી એડિટેડ કરવામાં આવ્યા છે. તેમજ આ સ્ટેજ બિહારનું પણ નથી.

Avatar

Title:શું ખરેખર ભાજપાના મંચ પર શ્વાન બેઠો હોવાની તસ્વીર બિહારની છે...? જાણો શું છે સત્ય....

Fact Check By: Yogesh Karia

Result: False