શું ખરેખર કિસાન આંદોલન દરમિયાન ત્રિરંગાનું અપમાન કરવામાં આવ્યુ તેનો વિડિયો છે….? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

પ્રજાસત્તાક દિન પર દિલ્હીમાં ખેડુતો દ્વારા વિરોધીઓની ટ્રેક્ટર પરેડએ હિંસક વળાંક લીધો હતો. તે પછી ભારતીય ધ્વજને કચડી નાખવાનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવે છે કે, “દિલ્હી ખાતે ચાલી રહેલા આંદોલન દરમિયાન ખેડૂતો દ્વારા આ પ્રકારે ત્રિરંગાનું અપમાન કરવામાં આવ્યુ હતુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો દિલ્હી કે ભારતનો નથી. આ વિડિયો અમેરિકાના કેલિફોર્નિયાનો છે. આ વ્યક્તિ ખાલિસ્તાન સમર્થક છે. તેથી, આંદોલનકારી ખેડુતો દ્વારા ત્રિરંગાનું અપમાન કરવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટુ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Amit Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્હી ખાતે ચાલી રહેલા આંદોલન દરમિયાન ખેડૂતો દ્વારા આ પ્રકારે ત્રિરંગાનું અપમાન કરવામાં આવ્યુ હતુ.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો શેર કરતા ઘણા યુઝર્સમાંના એક સંદીપ ચેટર્જી નામના યુઝરે જવાબ આપ્યો હતો કે, “વિડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ અમનવીર સિંહ છે, જે યુનાઈટેડ સ્ટેટ્સનો છે. ચેટર્જીએ તેમનો અસલ ટિકટોક વિડિયો પણ ટ્વીટ કર્યો હતો.

https://twitter.com/chatssandeep/status/1354165148865458176?s=20

ARCHIVE

સંદિપ ચેટર્જીએ ટ્વિટ કરતા જણાવ્યુ હતું કે, જ્યાં વિડિયો શૂટ કરવામાં આવ્યો છે તે જગ્યાનું સરનામું (7609 વિલ્બર વે, સેક્રેમેન્ટો, સીએ, યુએસએ 95828) છે.

ગૂગલ મેપની સહાયથી ચોક્કસ સ્થાન શોધવા મા અમે સમર્થ થયા હતા. વિડિયોમાં બિલ્ડિંગ ગૂગલ સ્ટ્રીટ વ્યૂમાં સ્પષ્ટ રૂપે દેખાય છે.

નીચે તમે વાયરલ વિડિયો અને ગૂગલ મેપ પરથી પ્રાપ્ત થયેલા બિલ્ડિંગનો ફોટો જોઈ શકાય છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો દિલ્હીનો નહિં પરંતુ યુએસએનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો દિલ્હી કે ભારતનો નથી. આ વિડિયો અમેરિકાના કેલિફોર્નિયાનો છે. આ વ્યક્તિ ખાલિસ્તાન સમર્થક છે. તેથી, આંદોલનકારી ખેડુતો દ્વારા ત્રિરંગાનું અપમાન કરવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટુ છે.

Avatar

Title:શું ખરેખર કિસાન આંદોલન દરમિયાન ત્રિરંગાનું અપમાન કરવામાં આવ્યુ તેનો વિડિયો છે….?

Fact Check By: Yogesh Karia 

Result: False