શું ખરેખર બાબા રામરહિમને 43 દિવસના પેરોલ જામીન મળ્યા….? જાણો શું છે સત્ય…..

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Manahar Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. બળાત્કારના ગુનામા સજા ભોગવતા રામ રહીમને ૪૩ દિવસના પેરોલમા ખટ્ટર સરકારનો પ્રેમ બળાત્કારી બાબામા દેખાયો..પાય લાગતા હરિયાણા સરકારના મંત્રી શ્રી રામ વિલાસ શમાઁ , બીજા મંત્રી અનિલ વિજય અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીશ્રી ફડણવીશ આ છે ભાજપાનો બળત્કારીઓ પ્રત્યેનો પ્રેમ…બળાત્કારીઓને શિશ નમનનો હવે અફસોસ થતો હોય તો આ તમામ ભાજપાઇઓ રદીયો આપે’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 153 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા, તેમજ 52 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બાબા રામ રહિમને 43ના પેરોલ જામીન મળ્યા હતા.

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર बाबा राम रहीम ने ४३ दिवस के पेरोल मिले લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.  

GOOGLE SEARCH.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, બાબા રામ રહિમ દ્વારા ખેતી કરવાની માંગણી સાથે પેરોલ અરજી કરી હતી. જેને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી. જે આપ નીચે જોઈ શકો છો.

DIVYABHASKAR.png

DIVYABHASKAR | ARCHIVE

LIVE HINDUSTAN.png

LIVE HINDUSTAN | ARCHIVE

AAJ TAK.png

AAJTAK | ARCHIVE

ઉપરોક્ત તમામ આર્ટીકલમાં રામ રહિમ દ્વારા પેરોલ પર છુટવા માટે અરજી કરી હોવાનું જાણવા મળ્યુ હતુ. પરંતુ પેરોલ મળી ગયા હોવાનું ક્યાંય સાબિત થતુ નથી. જો કે, બાદમાં રામ રહિમને પેરોલ મળ્યા કે નહિં તે જાણવા અમે પ્રયત્ન કર્યો હતો. તો અમને જાણવા મળ્યુ હતુ કે, રામ રહિમ દ્વારા તેની પેરોલ અરજી પરત લઈ લેવામાં આવી હતી. જે સમાચાર દૈનિકભાસ્કર.કોમ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જે આપ નીચે વાંચી શકો છો.

DAINIK BHASKAR.png

DAINIK BHASKAR | ARCHIVE

ઉપરોક્ત પડતાલમાં સાબિત થાય છે કે બાબા રામ રહિમ દ્વારા પેરોલની અરજી કરવામાં આવી હતી. પરંતુ તેના દ્વારા જ આ પેરોલ અરજી પરત લેવામાં આવી હતી હાલ રામ રહિમ જેલની અંદર બંધ જ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. બાબા રામ રહિમ દ્વારા પેરોલ પર છુટવા માટે જામીન અરજી કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેના દ્વારા જ જામીન અરજી પરત લેવામાં આવી હતી.

Avatar

Title:શું ખરેખર બાબા રામરહિમને 43 દિવસના પેરોલ જામીન મળ્યા….? જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False