શું ખરેખર ઝિમ્બાબ્વેના પૂર્વ કપ્તાન હીથ સ્ટ્રીકનું અવસાન થયુ છે...? જાણો શું છે સત્ય...
એક સમયના પ્રખ્યાત ઓલરાઉન્ડર અને ઝિમ્બાબ્વેના પૂર્વ કપ્તાન હીથ સ્ટ્રીકનું મૃત્યુ થયું નથી. તે હજુ પણ જીવિત છે. આ માત્ર સોશિયલ મીડિયા પર ફેલાયેલા ખોટા સમાચાર છે.
23 ઓગસ્ટ 2023ની સવારથી તમામ મીડિયામાં તેમજ સોશિયલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે ઝિમ્બાબ્વેના પૂર્વ કપ્તાન હીથ સ્ટ્રીકને લઈને વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઝિમ્બાબ્વેના પૂર્વ કપ્તાન હીથ સ્ટ્રીકનું નિધન થયુ છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Manoj Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઝિમ્બાબ્વેના પૂર્વ કપ્તાન હીથ સ્ટ્રીકનું નિધન થયુ છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ સાચુ નથી, આ એક અફવા છે. ઈન્ડિયા ટુડેના અહેવાલમાં અન્ય ભૂતપૂર્વ ક્રિકેટર હેનરી ઓલોંગાને ટાંકીને જણાવ્યું હતું કે હીથ સ્ટ્રિકના મૃત્યુના અહેવાલો અંગે હેનરી ઓલોંગાએ X (અગાઉ ટ્વિટર) પર પુષ્ટિ કરી છે કે તે સાચું નથી. હીથ સ્ટ્રીકની તબીયત સારી છે, તે જીવંત છે. તમે તે અહેવાલ અહીં વાંચી શકો છો.
ઈન્ડિયન એક્સપ્રેસે પણ ઓલોંગાના ટ્વિટનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હીથ સ્ટ્રિકના મૃત્યુના સમાચાર અતિશયોક્તિપૂર્ણ છે. અમે જોયું કે હેનરી ઓલોંગા અને હીથ સ્ટ્રિક વચ્ચેના વોટ્સએપ વાર્તાલાપના સ્ક્રીનશોટ્સનો ઉલ્લેખ કરતો અહેવાલ બનાવવામાં આવ્યો હતો. તમે તે અહેવાલ અહીં વાંચી શકો છો.
આ બધી માહિતી મળ્યા પછી, અમને ખાતરી છે કે એક સમયે પ્રખ્યાત ઓલરાઉન્ડર હીથ સ્ટ્રીકનું મૃત્યુ થયું નથી. તે હજુ પણ જીવિત છે. આ માત્ર સોશિયલ મીડિયા પર ફેલાયેલા ખોટા સમાચાર છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, એક સમયના પ્રખ્યાત ઓલરાઉન્ડર અને ઝિમ્બાબ્વેના પૂર્વ કપ્તાન હીથ સ્ટ્રીકનું મૃત્યુ થયું નથી. તે હજુ પણ જીવિત છે. આ માત્ર સોશિયલ મીડિયા પર ફેલાયેલા ખોટા સમાચાર છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું ખરેખર ઝિમ્બાબ્વેના પૂર્વ કપ્તાન હીથ સ્ટ્રીકનું અવસાન થયુ છે...? જાણો શું છે સત્ય...
Written By: Frany KariaResult: False