શું ખરેખર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નદીમાં નમાજ અદા કરવામાં આવી તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

Communal ગેરમાર્ગે દોરનાર I Misleading

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાણીમાં નમાજ અદા કરી રહેલા કેટલાક લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નદીના પાણીમાં નમાજ અદા કરી રહેલા મુસ્લિમ સમુદાયના લોકોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાણીમાં નમાજ અદા કરી રહેલા મુસ્લિમ સમુદાયના લોકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 માં બાંગ્લાદેશ ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sampurna Samachar Seva નામના ફેસબુક યુઝર દ્વારા 5 મે, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હદ પર હદ વટાવી રહ્યા છે…. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નદીના પાણીમાં નમાજ અદા કરી રહેલા મુસ્લિમ સમુદાયના લોકોનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 25 મે, 2020 ના રોજ Independent Television દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વીડિયોમાં પાણીમાં નમાજ અદા કરી રહેલા લોકોનો આ વીડિયો ભારતનો નહીં પરંતુ બાંગ્લાદેશનો છે.

ઉપરોક્ત આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. SOMOY TV | Jamuna Television

અમારી વધુ તપાસમાં અમને આજ સમાચાર dhakatribune.com દ્વારા 25 મે, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

Archive

ઉપરોક્ત સમાચારમાં એવી માહિતી આપવામાં આવી છે કે, 

બાંગ્લાદેશમાં આવેલા અમ્ફાન ચક્રવાતે ઘણા વિસ્તારોમાં તબાહી મચાવી છે. જેના કારણે ઈદના દિવસે ખુલનાના કોઈરા વિસ્તારમાં ઘણી જગ્યાએ લોકો ઈદના દિવસે એકઠા થઈ શક્યા નહતા. જેના કારણે સ્થાનિક લોકોએ પાણીમાં જ ઉભા રહીને નમાજ અદા કરી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાણીમાં નમાજ અદા કરી રહેલા મુસ્લિમ સમુદાયના લોકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 માં બાંગ્લાદેશ ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નદીમાં નમાજ અદા કરવામાં આવી તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Misleading