શું ખરેખર રાજસ્થાન પોલીસના જવાન દ્વારા ઇજાગ્રસ્ત થયા નું નાટક કરવામાં આવી રહ્યું છે..?
ઈદ બાદ રાજસ્થાનનું જોધપુર ખૂબ ચર્ચામાં રહ્યુ હતુ. જોધપુરમાં થયેલા તોફાનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ વચ્ચે હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસ અધિકારી તેમના માથા પર રૂમાલ બાંધતો જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસ અધિકારી દ્વારા માથામાં રૂમાલ બાંધવામાં આવ્યો તે નાટક છે તેમના માથામાં કોઈ ઘા વાગ્યા નથી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, જોધપુર પોલીસના ઈજાગ્રસ્ત એએસઆઈ દ્વારા અમને પુષ્ટિ આપવામાં આવી કે જોધપુરના જાલોરી ગેટ પર કોમી અથડામણ દરમિયાન તેમને માથા અને હાથમાં ઈજાઓ થઈ હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Azad Yoddha નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 મે 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોલીસ અધિકારી દ્વારા માથામાં રૂમાલ બાંધવામાં આવ્યો તે નાટક છે તેમના માથામાં કોઈ ઘા વાગ્યા નથી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જોધપુર પોલીસ દ્વારા તેમના ઓફિશિયલ એકાઉન્ટ માંથી કરવામાં આવેલું ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “જાલોરી ગેટની ઘટનામાં ASI શ્રી ધન્નારામને ઈજા થવા અંગેના ભ્રામક સમાચારનું સત્ય...ઘટનામાં એએસઆઈના માથામાં ઈજા થઈ હતી, જેના કારણે હાથ અને રૂમાલ પર લોહી હતું.ઘટના બાદ ઇજાગ્રસ્ત ASIનું મેડિકલ કરવામાં આવ્યું હતું અને સરદારપુરા પોલીસ સ્ટેશનમાં F.I.R નોંધવામાં આવી હતી.”
વિડિયોને ધ્યાનથી જોતાં, અમને ASI ધન્નારામના હાથ પર ઈજાના નિશાન અને લોહી જોવા મળ્યું.
ફેક્ટ ક્રેસેન્ડોએ ASI ધન્નારામનો સંપર્ક કર્યો જેણે અમને પુષ્ટિ આપી કે વાયરલ પોસ્ટ ખોટી અને ભ્રામક છે. તેણે અમને જણાવ્યું કે જાલોરી ગેટ પર સાંપ્રદાયિક જૂથો વચ્ચેની અથડામણ દરમિયાન તે સાચે જ ઘાયલ થયા હતા અને તેમને માથા અને હાથમાં ઈજાઓ થઈ હતી. તેણે પહેલા તેના રૂમાલથી ઈજાને સાફ કરી હતી અને પછી તેનો ઉપયોગ તેના માથા પર બાંધવા માટે કર્યો હતો. આથી તેના રૂમાલ પર લોહી હતું. તેણે અમને એમ પણ કહ્યું કે ઘટના બાદ તેને મેડિકલમાં પણ લઈ જવામાં આવ્યો હતો અને તેના રિપોર્ટ પોલીસ સ્ટેશનમાં સબમિટ કરવામાં આવ્યા છે.
એએસઆઈ ધન્નારામે પણ તેના માથા પર થયેલી ઈજાઓની સ્પષ્ટ તસવીર શેર કરી છે. અમે તેના માથા પર લોહી સ્પષ્ટ જોઈ શકીએ છીએ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, જોધપુર પોલીસના ઈજાગ્રસ્ત એએસઆઈ દ્વારા અમને પુષ્ટિ આપવામાં આવી કે જોધપુરના જાલોરી ગેટ પર કોમી અથડામણ દરમિયાન તેમને માથા અને હાથમાં ઈજાઓ થઈ હતી.
Title:શું ખરેખર રાજસ્થાન પોલીસના જવાન દ્વારા ઇજાગ્રસ્ત થયા નું નાટક કરવામાં આવી રહ્યું છે..?
Fact Check By: Yogesh KariaResult: False