શું ખરેખર ઈટાલીમાં આ બાળકની માતા કોરોનાના લીધે મૃત્યુ પામ્યા છે…? જાણો શું છે સત્ય…

Coronavirus False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Zakir Husen નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આપણા ને કોરોના ની મજાક કરવી સુઝે છે. ઈટાલી મા આ બાળક ની માતા કોરોના ના લીધે મૃત્યુ પામી ગઈ. છોકરો આસમાન પર જોઇ ને (માં) ને અવાજ મારતો નજરે પડે છે. Be serious please,” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 203 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 54 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 166 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઈટાલીમાં આ બાળકની માતા કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યા હતા.” 

FACEBOOK | ARCHIVE 

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને Somos tecnopoli નામના યુટ્યુબ યુઝર દ્વારા તારીખ 17 ફેબ્રુઆરી 2020ના આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. El Salvador દેશમાં સર્જાયેલા બસ અકસ્માતનું વર્ણન કરવામાં આવ્યુ હતુ અને આ અકસ્માતમાં આ બાળકની માતાનું મોત થયુ હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. 

ARCHIVE

અમારી પડતાલને વધૂ મજબુત કરવા અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને સ્પેનિશ વેબસાઈટ tn8.tv નામની વેબસાઈટ દ્વ્રારા પ્રસારિત અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, વિડિયોમાં દેખાતો યુવાન અને બાળક બંને ભાઈઓ છે અને આ વિડિયો અલ સાલ્વોડોરમાં ઉતારવામાં આવ્યો છે. જે તમે નીચે વાંચી શકો છો. 

TN8.TV | ARCHIVE

તેમજ આ સિવાય સ્પેનિશ ભાષાની સમાચાર એજન્સી ARCHYDE.COM દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અલ સાલ્વાડોરના ચિલ્ટિપ્પનમાં તારીખ 17 ફ્રેબ્રુઆરી 2020ના એક બસ અકસ્માત સર્જાયો હતો. બસ રસ્તાથી 60 મીટર નીચે ખાઈમાં પડી હતી અને બચાવ અભિયાન પણ ખૂબ જ અઘરૂ હતુ. એટલુ અઘરૂ હતુ કે, લાશોની ઓળખાણ કરવી પણ અઘરી હતી.” 

ARCHYDE.COM | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઈટાલીનો નથી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો ઈટાલીનો નથી. આ વિડિયો અલ સાલ્વોડોરનો છે અને વિડિયોમા દેખાતા બાળકની માતા કોરોના વાયરસથી નહિં પરંતુ બસ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. 

Avatar

Title:શું ખરેખર ઈટાલીમાં આ બાળકની માતા કોરોનાના લીધે મૃત્યુ પામ્યા છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False