Jayesh Vaghani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ આયુર્વેદિક દવા પેશાબના પથ્થર માટે છે.16 મીમી પથ્થર માત્ર 4 કલાકમાં જ ઓગળે છે. તેથી કોઈ પણ ઓપરેશન ન કરો બધા ગ્રુપમાં આગળ મોકલાવો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 23 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 26 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ આયુર્વેદ દવા છે. જેનાંથી 16 એમએમનો સ્ટોન માત્ર 4 કલાકમાં જ ઓગળે છે.

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.સૌ-પ્રથમ અમે “clear stone drops sbl” ગૂગલ પર લખતા અમને નીચે મુજબન પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને પોસ્ટમાં શેર કરવામાં આવેલા ડ્રોપ બનાવતી કંપનીની SBLGLOBAL.COM નામની આફિશીયલ વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. જેમાં ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની હકીકત જણાવવામાં આવી ન હતી. જે તમે નીચે વાંચી શકો છો.

SBLGLOBAL.COM | ARCHIVE

ઉપરોક્ત પરિણામો મળ્યા બાદ અમે આયુર્વેદ નિષ્ણાંત ગિરિશ કટેરિયા જોડે વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ એક હોમિયોપેથીની દવા છે. આયુર્વેદ અને હોમિયોપેથીના ઉપચારમાં ખૂબ જ અંતર છે. આ આયુર્વેદ દવા નથી. તમે જે વાત કરી રહ્યા છો તે તદન ખોટી છે.”

અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે એમડી ડોક્ટર કૃણાસ સોલંકી જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “6 પ્રકારના સ્ટોન હોય છે. જેમાં અમુક સ્ટોન દવાથી ઓગળી જાય છે. જ્યારે 2 પ્રકારના સ્ટોન છે, તે ઓગળતા નથી. પરંતુ કોઈ પણ સ્ટોન આટલી જલ્દી પિગળી જાય તે વાત માનવી અ શક્ય છે.”

આમ, ઉપરોક્ત પડતાલ પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ દવા આયુર્વેદ નથી તેમજ આ દવાથી 4 કલાકમાં પથરી ઓગળી જાય તે પણ ખોટી વાત છે.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ દવા આયુર્વેદ નથી તેમજ આ દવાથી 4 કલાકમાં પથરી ઓગળી જાય તે પણ ખોટી વાત છે.

Avatar

Title:શું ખરેખર આ આયુર્વેદ દવા છે, જેનાથી 4 કલાકમાં જ 16 એમએમની પથરી ઓગળી જાય..? જાણો શું છે સત્ય

Fact Check By: Yogesh Karia

Result: False