Monika Udeshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ ગોમતીપુર એરિયા માં નિજમુદીન માં સામેલ વ્યક્તિઓ ની જૉચ કરવા ગયેલી પોલીસ પર પથ્થર મારો.” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 366 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 78 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નિઝામુદીનમાં સામેલ લોકોને શોધવા ગયેલી પોલીસ પર અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં લોકોએ પથ્થરમારો કર્યો.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે તારીખ 2 એપ્રિલ 2020ના અમદાવાદ સંદેશનું ઈપેપર ધ્યાનથી વાંચતા અમને જાણવા મળ્યુ હતુ કે, “અમદાવાદ ગોમતીપુર વિસ્તારમાં લોકો ભેગા થતા કંટ્રોલરૂમ માંથી એક પોલીસવાન મોકલવામાં આવી હતી. પોલીસ દ્વારા અમુલ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, દરમિયાનમાં જે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેને છોડાવવા લોકોએ ભેગા મળી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં એક પોલીસકર્મીને ફ્રેક્ચર થયુ હતુ. જે મામલે 30 જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.” જે તમે નીચે વાંચી શકો છો.સંદેશ | ARCHIVE

દિવ્યભાસ્કર.કોમ દ્વારા પણ આ અહેવાલને પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં આ ઘટનાના સીસીટીવી પણ શેર કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને આજતકના હલ્લાબોલ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશ્રનર આશિષ ભાટીયાને આ અંગે સવાલ પુછવામાં આવતા તેઓ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે, “નિઝામુદિનમાં સામેલ લોકોને શોધવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. ગોમતીપુરમાં લોકડાઉનનો અમલ કરવવા પોલીસ ગઈ હતી ત્યારે આ ઘટના બનવા પામી હતી.”

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, નિઝામુદિનમાં સામેલ લોકોને શોધવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં ન હતો આવ્યો પરંતુ લોકડાઉનનો અમલ કરવવામાં ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો.

Avatar

Title:શું ખરેખર નિઝામુદિનમાં સામેલ વ્યક્તિઓને શોધવા ગયેલી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો...? જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: False