ચીનના ઇતિહાસના 1000 વર્ષના સૌથી ભારે વરસાદ છેલ્લા કેટલાક દિવસોથી ચીનમાં તબાહી મચાવી રહ્યો છે અને 50 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે જેમાં હેલિકોપ્ટર, વિમાન, અને અનેક ઓટોમોબાઇલ્સ પૂરનાં પાણીથી વહી ગઈ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં ચીનમાં પડેલા ભારે વરસાદ બાદ આવેલા પૂરના આ દ્રશ્યો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં ચીનમાં આવેલા પૂરનો વિડિયો નથી. પરંતુ વર્ષ 2011માં જાપાનમાં આવેલા સુનામી દરમિયાનનો વિડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ganibhai Umreth Vahora નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં ચીનમાં પડેલા ભારે વરસાદ બાદ આવેલા પૂરના આ દ્રશ્યો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, ધ વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા 29 એપ્રિલ 2011ના રોજ આ જ વિડિયો પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ વિડિયો સમાચાર એજન્સી રોઇટર્સ દ્વારા લેવામાં આવ્યો હતો. આ અહેવાલ મુજબ 11 માર્ચ, 2011ના રોજ જાપાન કોસ્ટલ ગાર્ડ આવેલા સુનામીએ ઉત્તર જાપાનના સેન્ડાઇ વિમાનમથક અને બંદર નગરોમાં ત્રાટક્યુ હતુ ત્યારબાદ આ વિડિયો બહાર આવ્યો હતો.

Archive

આ જ વિડિયોના સ્ક્રિન શોટ ધ એટલાન્ટિક દ્વારા 9 મે, 2011ના રોજ સુનામીના અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

The Atlantic | Archive

જાપાનનો ભૂકંપ અને 2011ની સુનામી એ એક તીવ્ર કુદરતી આપત્તિ હતી જે ઉત્તર-પૂર્વી જાપાનમાં આવી હતી. જાપાનના મુખ્ય ટાપુ હોન્શુના ઉત્તર-પૂર્વ દરિયાકાંઠે એક શક્તિશાળી ભૂકંપ તરીકે શરૂ થયુ, પાછળથી સુનામીની વિશાળ મોજાઓની શ્રેણી થતા તેણે દેશના ઘણા કાંઠાળ વિસ્તારોમાં તબાહી કરી દીધી.

ફુકુશીમાના ઓકુમામાં ફુકુશીમા ડાઇચી ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં પણ સુનામીએ મોટો પરમાણુ અકસ્માત સર્જ્યો હતો. જાપાનની વસ્તીમાં હજારો લોકો મરી ગયા હતા, ઘણા ગુમ થયા, ઘરો, ઓટોમોબાઇલ્સ અને ખેતીની જમીન વહી જતા પાણી ભરાઈ ગયા હતા.

ચીન પુર 2021

ચીનનું મધ્ય હેનન પ્રાંતમાં 1000 વર્ષમાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે. સરકાર દ્વારા સંચાલિત મિડિયા અહેવાલો અનુસાર આશરે 1.224 મિલિયન લોકો પૂરથી અસરગ્રસ્ત થયા હતા અને આશરે 16 લાખ લોકોને સ્થળાંતર કરાયા હતા. સબવે, શેરીઓ, હોટલો અને મોટી સંખ્યામાં ઇમારતોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે શહેરનું જાહેર પરિવહન અટકી પડ્યું હતું. બીબીસી દ્વારા કરવામાં લેવામાં આવેલા ડ્રોન શોટમાં ચીનમાં પૂરના નુકસાનનું પ્રમાણ જોઈ શકાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં ચીનમાં આવેલા પૂરનો વિડિયો નથી. પરંતુ વર્ષ 2011માં જાપાનમાં આવેલા સુનામી દરમિયાનનો વિડિયો છે.

Avatar

Title:શું ખરેખર હાલમાં ચીનમાં પડેલા ભારે વરસાદ બાદના એરપોર્ટના દ્રશ્યો છે...?

Fact Check By: Yogesh Karia

Result: False