
The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘कौन कहता है #यूपी_में_क्राइम_ज्यादा_है? दो महीने में मात्र #729_मर्डर, #803_रेप, #799_लूट व #2682_किडनैपिंग ही हुये।’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 250 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 107 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, યુપીમાં બે મહિનામાં 729 હત્યા, 803 રેપ, અને 799 લૂંટની ઘટના અને 2682 કિડનેપિંગની ઘટના બની છે.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર ‘यूपी में दो महीने में 729 मर्डर हुए है’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટમાં જે પ્રકારના ક્રાઈમની વાત કરવામાં આવી છે. તે તમામ ઘટના હાલની નહીં પરંતુ વર્ષ 2017માં બનેલી ઘટનાની વાત કરવામાં આવી રહી છે. યોગી સરકાર બન્યાના બે મહિનામાં જ આ પ્રકારે ગુના ખોરીનો ગ્રાફ વધ્યો હતો, જે સમાચારને મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત પણ કરવામાં આવ્યા હતા. જે આપ નીચે જોઈ શકો છો.
આમ ઉપરોક્ત પરિણામો પરથી એ વાત સ્પષ્ટ થઈ હતી કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબના ગુન્હા હાલમાં બન્યા નથી છતા પણ અમારી પડતાલને મજબૂત કરવા અમે યુપીના ડીજીપી ઓ.પી.સિંઘ સાથે વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતું કે, “આપ જે કહી રહ્યા છો તે પ્રકારે હાલ કોઈ ઘટનાઓ બની નથી, લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ પ્રકારે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવતા હોય છે. આવા શખ્સો સામે અમે શખ્ત કાર્યવાહી કરી રહ્યા છીએ.”
આમ, પોસ્ટમાં શેર કરવામાં આવેલા લખાણ મુજબ ઘટનાઓ યુપીમાં બની તો હતી પરંતુ તે વર્ષ 2017માં બની હતી, હાલમાં આ પ્રકારે કોઈ ઘટના બની ન હતી. હાલમાં પણ લોકો દ્વારા આ પોસ્ટને સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવતા લોકોમાં ભ્રામક્તા ફેલાઈ રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલા લખાણ મુજબ ઘટનાઓ યુપીમાં બની તો હતી પરંતુ તે વર્ષ 2017માં બની હતી, હાલમાં આ પ્રકારે કોઈ ઘટના બની ન હતી. હાલમાં પણ લોકો દ્વારા આ પોસ્ટને સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવતા લોકોમાં ભ્રામક્તા ફેલાઈ રહી છે.

Title:શું ખરેખર યુપીમાં છેલ્લા બે મહિનામાં આ પ્રકારે ગુનાખોરી થઈ છે..? જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: Mixture
