શું ખરેખર મોબાઈલના રેડિએશનથી મકાઈના દાણામાંથી બને છે પોપકોર્ન…? જાણો સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

‎Movaliya Rohit‎ ‎ ‎નામના ફેસબુક પેજ દ્વારા 30 જુલાઈ , 2019ના રોજ વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  મોબાઈલ ના રેડીયેશન થી મકાઈ ના દાણાનુ શુ થાય છે તે જોવો અને તમે પણ તમારા ધરે અનુભવ કરો જે લોકો રાત્રે તકીયા પાસે મોબાઈલ રાખે છે તેણે ચેતવુ..પણ આ વિડીયો ની સત્યતા તો પ્રયોગ કરીએ ત્યારેજ ખબર પડે..શુ સાચું શું ખોટું..? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને16  લોકોએ લાઈક કરી હતી. 98 લોકો દ્વારા પોસ્ટને શેર કરવામાં આવી હતી. તેમજ 4000 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટના વીડિયોને જોવામાં આવ્યો હતો. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive | Video Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટના વીડિયોમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર આ પ્રકારે મોબાઈના રેડિએશનથી પોપકોર્ન બની જતા હોય તો તે માહિતી ગુગલ પર હોય જ. એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ Popcorn made by mobile radiation સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

Archive

ઉપરોક્ત તમામ પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ મોબાઈલ ફોનના રેડિએશનથી પોપકોર્ન બને છે એ માહિતી ક્યાંય પણ પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ આ પરિણામોમાં અમને વીટીવી ગુજરાતી દ્વારા 18 એપ્રિલ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારનો વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનું જ સત્ય ચેક કરવામાં આવ્યું હતું. આ વીડિયોને ધ્યાનથી જોતાં અમને માલૂમ પડ્યું કે, પોપકોર્નને બનાવવા માટે ચોક્કસ પ્રકારની ગરમીની જરૂર પડે છે અને એટલી બધી ગરમી મોબાઈલના રેડિએશનમાં હોતી નથી. જો એટલી ગરમી મોબાઈલના રેડિએશનમાં હોય તો માનવ શરીર પર પણ તેની અસર જોવા મળે છે. ત્યાર બાદ વીડિયોમાં બતાવ્યા પ્રમાણે ઘણા બધા લોકો દ્વારા મકાઈના દાણાઓને ઘણા બધા મોબાઈલની વચ્ચે મૂકીને તમામ મોબાઈલમાં કોલ કરવામાં આવતાં પણ દાવા મુજબ મકાઈના દાણાઓ પર આ પ્રકારની કોઈ જ અસર જોવા મળી ન હતી. આ ઉપરાંત વીટીવી દ્વારા અમદાવાદ ખાતે આવેલી સાયન્સ સીટીના જાણીતા વૈજ્ઞાનિક નરોત્તમ સાહૂ સાથે આ અંગે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, મોબાઈલ રેડિએશનની અસર માનવ શરીર ઉપરાંત ફળો અને શાકભાજી પર પણ થતી હોય છે. વધુમાં તેઓએ એ પણ જણાવ્યું હતું કે, જે રીતે વીડિયોમાં મકાઈના દાણામાંથી પોપકોર્ન બની રહ્યા છે એ શક્ય જ નથી કારણ કે, મોબાઈલમાં આટલી હદે ગરમી કે રેડિએશન નથી હોતું કે જે મકાઈના દાણાને અસર કરે. આ ઉપરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયોમાં કોઈ ટ્રીક કે પછી એડિટીંગ કરીને મકાઈના દાણામાંથી પોપકોર્ન બનાવવામાં આવ્યા છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

 ઉપરાંત અમારી વધુ તપાસમાં આ વીડિયોને ખોટો સાબિત કરતા અન્ય સમાચારો પણ પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

wired.comsnopes.comhoax-slayer.netabpnews.abplive.in
ArchiveArchiveArchiveArchive

ઉપરના તમામ સંશોધન બાદ અમને ન્યૂઝ 18 ઈન્ડિયા દ્વારા પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને ખોટો સાબિત કરતો વધુ એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં મકાઈના દાણામાંથી મોબાઈલના રેડિએશનથી પોપકોર્ન બને એ માહિતી ખોટી સાબિત થાય છે. 

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર મોબાઈલના રેડિએશનથી મકાઈના દાણામાંથી બને છે પોપકોર્ન…? જાણો સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False