શું ખરેખર ડાન્સ કરી રહેલા મહિલા ગંગાનગર જિલ્લાના ક્લેકટર છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

રાજસ્થાની લોકનૃત્ય કરતી એક મહિલાનો વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નૃત્ય કરી રહેલી આ મહિલા રાજસ્થાન સ્થિત ગંગાનગર જિલ્લાની કલેક્ટર રૂક્મિણી રિયાર છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયોમાં ડાન્સ કરી રહેલી મહિલા ગંગાનગર જિલ્લાની કલેક્ટર રૂક્મિણી રિયાર નથી. જેમની પૃષ્ટી તેમના દ્વારા કરવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

અમરત ચૌધરી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નૃત્ય કરી રહેલી આ મહિલા રાજસ્થાન સ્થિત ગંગાનગર જિલ્લાની કલેક્ટર રૂક્મિણી રિયાર છે.”

Facebook | Fb post Archive | Fb video archive 

Facebook | Facebook 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે રાજસ્થાન સ્થિત ગંગાનગરના કલેક્ટર રૂક્મિણી રિયારનો સંપર્ક કરીને તપાસ શરૂ કરી. જ્યારે અમે તેમને આ વિડિયો મોકલ્યો ત્યારે તેમણે ઇનકાર કરતા કહ્યું કે “આ વિડિયોમાં દેખાતી મહિલા હું નથી. ઈન્ટરનેટ પર આ વિડિયો વાયરલ કરીને ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે.

તપાસ દરમિયાન, અમને 22 ઓગસ્ટ 2021 અને 1 ઓક્ટોબર 2021ના રોજ સરોજ ચૌધરી નામની યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવેલ આ વિડિયોના બે ઓરિજનલ વિડિયો મળ્યા. જે તમે નીચે જોઈ શકો છો.

આગળ વધતા અમને ખબર પડી કે રૂક્મિણી રિયાર જાન્યુઆરી 2022માં એટલે કે થોડા મહિના પહેલા ગંગાનગરના કલેક્ટર બન્યા હતા. અને તે પહેલાનો આ વિડિયો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયોમાં ડાન્સ કરી રહેલી મહિલા ગંગાનગર જિલ્લાની કલેક્ટર રૂક્મિણી રિયાર નથી. જેમની પૃષ્ટી તેમના દ્વારા કરવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર ડાન્સ કરી રહેલા મહિલા ગંગાનગર જિલ્લાના ક્લેકટર છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False