શું ખરેખર અમદાવાદ ખાતે BRTS બસમાં આગ લાગતાં 40 થી 45 લોકોના મોત થયા…? જાણો શું છે સત્ય....
Ramesh Bapodara નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓક્ટોમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, *ખમાસા સર્કલ, જમાલપુર, અમદાવાદ BRTS બસ મા લાગી આગ,લગભગ ૪૦-૪૫ માણસો નો જીવ ગયો હોવાનો અનુમાન* આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમદાવાદના જમાલપુર ખાતેના ખમાસા સર્કલ પાસે BRTS બસમાં લાગેલી આગમાં 40 થી 45 લોકોના મોત થયા છે. આ પોસ્ટને 11 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 1000 થી વધુ લોકો દ્વારા વીડિયો જોવામાં આવ્યો હતો. 7 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 18 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Video Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર અમદાવાદના ખમાસા સર્કલ ખાતે BRTS બસમાં આગ લાગતાં 40 થી 45 લોકોના મોત થયા હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોય અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ અમદાવાદ BRTS બસમાં આગ સર્ચ કરતાં અમને ટીવી નાઈન ગુજરાતી દ્વારા 5 ઓક્ટોમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત સમાચારની માહિતી પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, અમદાવાદના ખમાસા સર્કલ ખાતે BRTS બસમાં આગ લાગવાની ઘટના બની હતી. તે સમયે બસમાં 30 થી વધુ મુસાફરો હાજર હતા. સદભાગ્યે તમામ મુસાફરોનો બચાવ થયો હતો. ફાયર વિભાગ દ્વારા થોડા જ સમયમાં આગ પર કાબૂ પણ મેળવવામાં આવ્યો હતો. આ સમાચારને ઘણા બધા મીડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. પરંતુ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે 40 થી 45 લોકોના મોત થયાની કોઈ જ માહિતી અમને ક્યાંય પણ પ્રાપ્ત થઈ ન હતી. અન્ય સમાચાર તમે નીચે જોઈ શકો છો.
divyabhaskar.co.in | m.dailyhunt.in |
Archive | Archive |
આ તમામ સમાચાર પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, અમદાવાદના ખમાસા સર્કલ ખાતે BRTS બસમાં આગ લાગવાની ઘટના બની હતી તેમાં કોઈ જ જાનહાની થઈ ન હતી.
અમારી વધુ તપાસમાં અમને The Loksatta દ્વારા 5 ઓક્ટોમ્બર, 2019 ના રોજ યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ આ ઘટનામાં કોઈ પણ જાનહાની થઈ ન હોવાની માહિતી આપવામાં આવી હતી. જે સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અમદાવાદના ખમાસા સર્કલ ખાતે BRTS બસમાં લાગેલી આગમાં કોઈ જ જાનહાની થઈ ન હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અમદાવાદના ખમાસા સર્કલ ખાતે BRTS બસમાં લાગેલી આગમાં કોઈ જ જાનહાની થઈ ન હતી.
છબીઓ સૌજન્ય :ગુગલ
Title:શું ખરેખર અમદાવાદ ખાતે BRTS બસમાં આગ લાગતાં 40 થી 45 લોકોના મોત થયા…? જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False