શું ખરેખર જમ્મૂ-કાશ્મીરમાં બેંકમાં 11 હજાર કરોડનું કૌભાંડ બનવા પામ્યુ છે..? જાણો શું છે સત્ય….
ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“જમ્મુ એન્ડ કાશ્મીર બેન્કમાં અગિયાર હજાર કરોડનું કૌભાંડ,દેશભરમાં દરોડાઓ ચાલું.. ચૂંટણી પુરી હવે ઉઠમના શરૂ.. લાગે રહો મોદી જી” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 184 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 31 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જમ્મૂ-કાશ્મીરમાં રૂપિયા 11 હજાર કરોડનું કૌભાંડ બનવા પામ્યુ છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ હતી. આ પ્રકારે જો મસમોટું કૌભાંડ સામે આવ્યુ હોય તો તમામ મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય તેથી અમે ગૂગલ પર “11 thousand crore scame in j&k” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, જમ્મૂ કાશ્મીર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જમ્મૂ અને કાશ્મીર બેંકમાં 1124 કરોડ લોન ગોટાળા મામલે 13 બેંક ઓફિસર સહિત 23 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. બેંક દ્વારા રાઈસ એક્સપોર્ટ ઈન્ડિયા એગ્રો લિમિટેડ ને લોન આપવામાં આવી હતી. ACBના પ્રવકતાએ જણાવ્યુ હતુ કે, “કંપનીના ચેરમેન સંજય જૂનજૂનવાલા અને સંદિપ જૂનજૂનવાલાએ બેંકથી મળેલા બેંકથી મળેલા લાભનો દૂરઉપયોગ કર્યો છે. કંપનીએ 1124.45 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે. જેમાં 635 કરોડ લોન, જ્યારે 489.45 કરોડ વ્યાજ છે. ACBએ યૂએસ 5(1) (ડી) આરડબલ્યુ જેએન્ડકે પીસીએક્ટ એસવીટી 2006 અને સેક્શન 467, 468, 471 અને 120(બી) આરપીસી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.” આ સમાચારને જૂદા જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, જમ્મૂ અને કાશ્મીર બેંક સાથે 11 હજાર કરોડનું નહિં પરંતુ 1124 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યુ છે. 11 હજાર કરોડ અને 1100 કરોડમાં ઘણો તફાવત છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, જમ્મૂ અને કાશ્મીર બેંક સાથે 11 હજાર કરોડનું નહિં પરંતુ 1124 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યુ છે. 11 હજાર કરોડ અને 1100 કરોડમાં ઘણો તફાવત છે.
Title:શું ખરેખર જમ્મૂ-કાશ્મીરમાં બેંકમાં 11 હજાર કરોડનું કૌભાંડ બનવા પામ્યુ છે..? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False