શું ખરેખર 21 વર્ષનો કોઈ યુવાન હાલમાં ગામનો સરપંચ છે….? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ગુજ્જુ ની ખલખલી નામના ફેસબુર યુઝર દ્વારા તારીખ 16 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગુજરાત નુ એક એવુ ગામ જ્યા 21 વર્ષ નો છોકરો સરપંચ છે..એ કેવી રીતે આગળ આવ્યો, તેને તેમના ગામ ને મળતા તમામ લાભો કેવી રીતે અપાવ્યા,તથા સરકાર તરફથી મળતી સુવિધા નો લાભ કેવી રીતે લેવો..એ તમામ આ વિડિયો મા છે.. તેને RTI કરી લાખોનો ભ્રષ્ટાચાર કેવી રીતે અટકાવ્યો..જાણો અને શિખો..ઓલા ટીકટોક મા બાયડિયુ બનવાનું બંધ કરો..આવા વિડીયો જોવા માટે ફોલો કરતા રેજો..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 925 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 99 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1286 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. તેમજ 179000 લોકો દ્વારા આ વિડિયોને જોવામાં આવ્યો હતો. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતના સલડી ગામમાં 21 વર્ષનો ભદ્રેશ વમજા હાલમાં સરપંચ છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે સલડી ગામના હાલના સરપંચ કોણ છે તે જાણવા પ્રયત્ન હાથ ધર્યો હતો. દરમિયાન અમને સ્થાનિક પત્રકારની મદદથી જાણવા મળ્યુ હતુ કે, હાલમાં ત્યા મહિલા સરપંચ છે. જે વર્ષ 2018માં ચૂંટાઈને સતા પર આવ્યા છે. 

ત્યારબાદ આ વિડિયો કયારનો છે તે જાણવા અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો વર્ષ 2013નો છે. RTI VIDEO નામના યુટ્યુબ યુઝર દ્વારા 25 ડિસેમ્બર 2013માં પોસ્ટમાં જે વિડિયો શેર કર્યો છે. તેના જ જેવો વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ત્યારબાદ અમને જાણવા મળ્યુ કે, પોસ્ટમાં જે વાત કરવામાં આવી છે. તે ભદ્રેશ વામજાની વાત કરવામાં આવી છે. તેથી અમે ગૂગલ પર “BHADRESH VAMJA” લખતા અમને વર્ષ 2013ના જૂદા-જૂદા મિડિયા હાઉસના અહેવાલો પ્રાપ્ત થયા જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, 21 વર્ષનો યુવાન ભદ્રેશ વામજા સરપંચ બન્યા. જે અહેવાલો તમે નીચે વાંચી શકો છો.

INDIA TODAY | ARCHIVE

MONEYLIFE.IN | ARCHIVE

ત્યારબાદ અમને ભદ્રેશ વામજાનું ફેસબુક એકાઉન્ટ પણ પ્રાપ્ત થયુ હતુ. જેમાં પણ તેઓએ BHADRESH VAMJA EX SARPANCH લખ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

ત્યારબાદ અમારી પડતાલને વધુ મજબુત કરવા અમે ભદ્રેશ વામજાનો સંપર્ક કર્યો હતો અને તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, “હું વર્ષ 2013માં સરપંચ બન્યો હતો અને 1.5 વર્ષ પહેલા જ મારી ટર્મ પુરી થઈ ગઈ હતી. હું હાલમાં સરપંચ નથી, હું અમારા ગામની સહકારી મંડળીમાં હાલ પ્રમુખ તરીકેની સેવા આપું છું. તેમજ લો ની પ્રેક્ટિસ કરું છું. હું વર્ષ 2013માં સરપંચ બન્યો ત્યારે મારી ઉંમર 21 વર્ષ હતી. હાલ મારી ઉંમર 26 વર્ષ છે. ”

આમ, ઉપરોક્ત પડતાલ પરથી સાબિત થાય છે કે, સડલી ગામનો જે વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. તે વર્ષ 2013નો છે. હાલનો નથી. તેમજ હાલમાં સલડી ગામમાં સરપંચ તરીકે મહિલા છે. 21 વર્ષનો યુવાન ભદ્રેશ વામજા આજ થી 1.5 વર્ષ પહેલા જ સરપંચ પદ પરથી નિવૃત થઈ ગયો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સડલી ગામનો જે વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. તે વર્ષ 2013નો છે. હાલનો નથી. તેમજ હાલમાં સલડી ગામમાં સરપંચ તરીકે મહિલા છે. 21 વર્ષનો યુવાન ભદ્રેશ વામજા આજ થી 1.5 વર્ષ પહેલા જ સરપંચ પદ પરથી નિવૃત થઈ ગયો છે.

Avatar

Title:શું ખરેખર 21 વર્ષનો કોઈ યુવાન હાલમાં ગામનો સરપંચ છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False