આ ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્ણાટકના મેંગ્લોરમાં કરવામાં આવ્યું હતું. કોલકતાના આયોજન કરવામાં આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.

રમજાનનો મહિનો ચાલી રહ્યો છે ત્યારે રોડ પર યોજાયેલા એક કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રોડની એક બાજુએ કાર્યક્રમ માટે ખુરશીઓ ગોઠવાયેલી જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પશ્ચિમ બંગાળના કોલકાતામાં રોડ પર ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પશ્ચિમ બંગાળના કોલકાતામાં રોડ પર ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતુ.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ઈન્ડિયા ટુડે વેબસાઈટ પર સંબંધિત સમાચાર અને વીડિયો મળ્યા હતા. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, ચૂંટણી પંચે કર્ણાટકના મેંગલોરમાં રસ્તા પર ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવાના આયોજકોને નોટિસ મોકલી છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચની નોટિસ આવી છે. જેમાં મુડીપુ વિસ્તારમાં રોડની એક તરફ ખુરશીઓ મુકવામાં આવી હતી અને ખાણીપીણીની થાળીઓ મુકેલી જોવા મળી હતી.

India Today | Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને ઈન્ડિયા ટીવી, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, દૈનિક જાગરણ સહિતના મીડિયા હાઉસ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા.

તેમજ મિરર નાઉ દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ અંગે વિશેષ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ઈફ્તાર પાર્ટીનું આયોજન કોલકતામાં નહીં પરંતુ કર્ણાટકના મેંગ્લોરમાં કરવામાં આવ્યુ હતુ, જેનું આયોજન કરનારને ચૂંટણી પંચ દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ઈફ્તાર પાર્ટીનો આ વીડિયો કોલકતા શહેરનો નહીં પરંતુ કર્ણાટકનો છે... જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False