તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાળકને ઢેર માર મારી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ગુજરાતનો છે જેમાં એક વ્યક્તિ બાળકને લાકડી વડે ઢોર માર મારી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બાળકને ઢોર માર મારી રહેલા યુવકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 માં હૈદરાબાદના ચરિત્રનાકા ખાતે બનેલી ઘટનાનો છે જેમાં પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આ હતી. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 14 જૂન, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, તમારો એક શેર આ નરાધમ ને પકડવામાં મદદ કરશે જેવી રીતે ભૂતકાળમાં આવા નરાધમોને સોસીયલ મીડિયા એ પકડવા માં મદદ કરી છે મામલો ગુજરાત નોજ છે ખૂબ શેર કરજો. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ગુજરાતનો છે જેમાં એક વ્યક્તિ બાળકને લાકડી વડે ઢોર માર મારી રહ્યો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર anytvnews.com દ્વારા 1 ડિસેમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના હૈદરાબાદના ચરિત્રનાકા વિસ્તારમાં બની હતી. જેમાં પોતાના જ બાળકને ઢોર માર મારનારા પિતા અશોક ઘંટે વિરુદ્ધ તેની પત્નીએ જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસ નિરીક્ષક અબ્દુલ ખાદર જિલાનીએ એવું જણાવ્યું હતું કે, આ છોકરો શનિવારે તેની માસીના ઘરે ગયો હતો. થોડા સમય પછી અશોકને તેની માસીનો ફોન આવ્યો કે તેનો દીકરો ઘરમાં તોફાન કરી રહ્યો છે અને તેને અહીંથી લઈ જવાનું કહ્યું હતું. આ પછી અશોક ગુસ્સામાં આવ્યો અને તેના પુત્રને માસીના ઘરેથી લઈ ગયો. પુત્રને મારતા પહેલા તેણે તેનો વીડિયો બનાવવા માટે તેની પુત્રીને ફોન આપ્યો હતો અને ત્યારબાદ પુત્રને મારવાનું શરૂ કર્યું હતું.

download.png

Archive

ઉપરોક્ત આજ વીડિયો અંગેના સમાચાર અમને અન્ય મીડિયા માધ્યમો દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. loktej.com | hindi.news18.com

આજ માહિતી અને વીડિયો સાથેના સમાચાર ANI અને TOI દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

download (1).png

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બાળકને ઢોર માર મારી રહેલા યુવકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 માં હૈદરાબાદના ચરિત્રનાકા ખાતે બનેલી ઘટનાનો છે જેમાં પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આ હતી. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો બાળકને ઢોર માર મારી રહેલા પિતાના વાયરલ વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: Missing Context