
SB News Today નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત ના વેપારી એ કર્યું સ્યુસાઇડ હોટલ ના 5માં માળેથી સુરત ના વેપારી એ કૂદી કરી આત્મહત્યા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકે તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વાપીની મહારાજા હોટલ પરથી આપઘાત કરનાર સુરતનો વેપારી હતો.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા તારીખ 26 સપ્ટેમ્બર 2019ના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આપઘાત કરનાર વ્યક્તિ વેપારી નહિં પરંતુ એક છેતરપિંડી કરનાર શખ્સ છે. જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો. સંદેશ ન્યુઝ પેપર દ્વારા પણ આ જ પ્રકારના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે પણ તમે નીચે વાંચી શકો છો.
છતા પણ અમે અમારી પડતાલને મજબૂત કરવા આ કેસના તપાસ કર્તા અધિકારી વાપ ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ રવિ ગામીત જોડે વાત કરી હતી. તેઁમણે અમને જણાવ્યુ હતુ કે, “આપઘાત કરનાર શખ્સ વેપારી નહિં પરંતુ ચીટર હતો, તે લોકોને છેતરવાનું જ કામ કરતો હતો અને છેલ્લા 7 થી 8 વર્ષથી ઘરેથી નીકળી ગયો હતો. તેમજ તેની સામે સુરતમાં ગુના પણ નોધાયેલા છે. વેપારીએ આપઘાત કર્યો હોવાની માત્ર અફવા જ હતી.”
આમ, પીએસઆઈ ગામીતના નિવેદન પરથી સાબિત થાય છે કે, આપઘાત કરનાર શખ્સ સુરતનો વેપારી નહિં પરંતુ એક ઠગબાઝ હતો. જેની સામે સુરત પોલીસમાં ગુના પણ નોંધાયેલા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આપઘાત કરનાર શખ્સ સુરતનો વેપારી નહિં પરંતુ એક ઠગબાઝ હતો. જેની સામે સુરત પોલીસમાં ગુના પણ નોંધાયેલા છે.

Title:શું ખરેખર વાપીમાં મહારાજા હોટલ પરથી આપઘાત કરનાર સુરતનો વેપારી હતો…? જાણો શું છે સત્ય..
Fact Check By: Yogesh KariaResult: False
