શું ખરેખર અફઘાનમાં મુસ્લિમો દ્વારા માતાજીની આરધના કરતા હોવાનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Rajendrasinh Solanki નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વિશ્વના સૌથી લાંબા ધાર્મિક મહા-ઉત્સવ એટલે ગુર્જર-ધરાની નવલી-નવરાત્રિનો માહોલ રાજ્યમાં જામ્યો છે, ત્યારે અફઘાનિસ્તાનમાં કાબુલ પાસેના નેસમાં મા જગદંબા-સંધિ-સિકોતરની આરાધના સાથે આનંદ વ્યકત કરતા મુસ્લિમ માલધારીઓ… જય અંબે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અફઘાનિસ્તાનના કાબુલમાં મુસ્લિમો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી રહી છે ત્યારનો આ વિડિયો છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો વર્ષ 2016માં પણ વાયરલ થયો હતો. જે સમાચારને દિવ્યભાસ્કર દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

BHASKAR | ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી એ તો સાબિત થઈ ગયુ કે આ વિડિયો હાલનો નથી. પરંતુ આ વિડિયો ક્યાંનો છે તે  જાણવુ જરૂરી જણાતા અમે ફરી એકવાર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો વર્ષ 2012ના છે. અફઘાનિસ્તાનમાં આશિફ નામના યુવકના લગ્ન સમારોહનો આ વિડિયો છે. આ પ્રકારે રમાતા રાસને ઝૂમર રાસ કહેવામાં આવે છે. THEHIOLA નામની યુટુયબ ચેનલ પર બે ભાગમાં આ વિડિયો મુકવામાં આવ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અફઘાનિસ્તાનમાં માતાજીની આરધનાનો નહિં પરંતુ અફઘાનિસ્તાનમાં આયોજીત એક લગ્નનો છે. જેને ઝૂમર ડાન્સ તરીકે ઓળખવામાં આવે છે. 

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અફઘાનિસ્તાનમાં માતાજીની આરધનાનો નહિં પરંતુ અફઘાનિસ્તાનમાં આયોજીત એક લગ્નનો છે. જેને ઝૂમર ડાન્સ તરીકે ઓળખવામાં આવે છે.

Avatar

Title:શું ખરેખર અફઘાનમાં મુસ્લિમો દ્વારા માતાજીની આરધના કરતા હોવાનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False