દવાઓને મંજૂરી આપનાર આયુષ મંત્રાલયના મુલ્લિમ વૈજ્ઞાનિકોની ખોટી યાદી થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

Coronavirus False રાષ્ટ્રીય I National

Milan Parikh નામના ફેસબુક યુઝર દ્વારા 26 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, आयुष मंत्रालय में दवाईयों पर रिसर्च और अप्रूवल देने वाले साइंटिफिक पैनल के टॉप 6 साइंटिस्टों का नाम पढ़िए असीम खान मुनावर काजमी खादीरुन निशा मकबूल अहमद खान आसिया खानुम शगुफ्ता परवीन. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આયુષ મંત્રાલયમાં દવાઓ પર સંશોધન કરીને તેને મંજૂરી આપનાર વૈજ્ઞાનિક પેનલના ટોપ 6 તજજ્ઞોના નામ વાંચો. અસીમ ખાન, મુનાવર કાઝમી, ખાદીરુન નિશા, મકબૂલ અહમદ ખાન, આસિયા ખાનુમ, શગુફ્તા પરવીન. આ પોસ્ટને 8 લોકોએ લાઈક કરી હતી. 2 લોકો એ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 23 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.06.29-19_13_35.png

Facebook Post | Archive

સંશોધન

યોગગુરુ બાબા રામદેવે દાવો કર્યો છે કે, સાત દિવસમાં એક આયુર્વેદિક દવા છે જે કોરોનાને સંપૂર્ણપણે મટાડે છે. પંતજલી દ્વારા બનાવવામાં આવેલી દવાનું નામ ‘કોરોનિલ’ છે. જો કે, આયુષ મંત્રાલયે આ ડ્રગના ઘટકોની વિગતો માંગી છે અને આગળની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી દવાની જાહેરાત તેમજ પ્રચાર-પ્રસાર ન કરવા આદેશો જારી કર્યા છે. આ પછી આયુષ મંત્રાલય અંગેના જુદા જુદા સંદેશા વાયરલ થઈ રહ્યા છે.

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આયુષ મંત્રાલયમાં દવાઓ પર સંશોધન કરીને તેને મંજૂરી આપનાર વૈજ્ઞાનિક પેનલના ટોપ 6 તજજ્ઞોના નામ અસીમ ખાન, મુનાવર કાઝમી, ખાદીરુન નિશા, મકબૂલ અહમદ ખાન, આસિયા ખાનુમ, શગુફ્તા પરવીન છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને PIB Fact Check દ્વારા દ્વારા 27 જૂન, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સોશિયલ મીડિયા પર આયુષ મંત્રાલયના વૈજ્ઞાનિકોની જે યાદી વાયરલ થઈ રહી છે એ તદ્દન ખોટી છે.

Archive


PIB દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, આયુષ મંત્રાલયના વૈજ્ઞાનિકોની પેનલ દ્વારા બાબા રામદેવ દ્વારા કોરોના માટે બનાવવામાં આવેલી દવા કોરોનિલ પર પ્રતિબંધ મૂકવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એ બાબતે અમે એ સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે, આયુષ મંત્રાલયમાં નિષ્ણાતોની આવી કોઈ પેનલ નથી. આ માહિતી તદ્દન ખોટી છે.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આયુષ મંત્રાલયના જે વૈજ્ઞાનિકો દ્વારા બાબા રામદેવની કોરોના માટે બનાવવામાં આવેલી દવા કોરોનિલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એમના નામોની જે યાદી વાયરલ થઈ રહી છે એ તદ્દન ખોટી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આયુષ મંત્રાલયના જે વૈજ્ઞાનિકો દ્વારા બાબા રામદેવની કોરોના માટે બનાવવામાં આવેલી દવા કોરોનિલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એમના નામોની જે યાદી વાયરલ થઈ રહી છે એ તદ્દન ખોટી છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:દવાઓને મંજૂરી આપનાર આયુષ મંત્રાલયના મુલ્લિમ વૈજ્ઞાનિકોની ખોટી યાદી થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False