Sagarpatel Thummar નામના ફેસબુક યુઝર દ્વારા 10 ઓક્ટોમ્બર, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ગુમ થયેલ છે. નાકરાણી હિલ હરેશભાઈ. (ઉં.વ.15) ધોરણ 10. કાળો શર્ટ પહેરેલ છે. આશાદીપ સ્કૂલ. સાગર સોસાયટી, L.S. રોડ પરથી ગુમ થયેલ છે. જેને મળે તે આ નંબર પર જાણ કરવા વિનંતી. 9924557081, 8849739797. વધુ ને વધુ શેર કરવા વિનંતી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફોટોમાં દેખાતો બાળક ગુમ થયેલ છે તો આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 265 લોકોએ લાઈક કરી હતી. 8 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 163 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે કરવામાં આવેલા દાવા મુજબ આ છોકરો હાલમાં ખોવાયો છે કે કેમ? તે જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં આપવામાં આવેલા મોબાઈલ નંબર 9924557081 પર કોલ કરતાં અમારી સીધી વાત ફોટોમાં દેખાતા હિલ નાકરાણીના પિતા હરેશભાઈ સાથે થઈ હતી. તેઓને અમે તેમના ખોવાયેલા છોકરા વિશે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, લગભગ એક મહિના પહેલાં 11 સપ્ટેમ્બર, 2019 ના રોજ ભણવાની બાબતે થોડી માથાકૂટ થતાં મારો દીકરો હિલ સુરતમાં L.S રોડ પરથી સવારે ગુમ થયો હતો તેની અમે તરત જ શોધખોળ હાથ ધરી હતી. આ અંગે અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાક કરવા અંગે વિચાર્યું હતું પરંતુ તે જ દિવસે સાંજે મારો દીકરો અમને શોધખોળ કરવાથી મળી ગયો હતો. ત્યાર બાદ અમે સોશિયલ મીડિયા પર અમારો દીકરો મળી ગયેલ છે એવો એક મેસેજ પણ મૂક્યો હતો. છતાં હજુ પણ ઘણા લોકો દ્વારા આ માહિતી અત્યારે પણ વાયરલ કરવામાં આવી રહી છે જે ખોટી છે.

2019-10-11.png

વધુ પૂછપરછમાં અમને જાણવા મળ્યું હતું કે, હિલ 10 મા ધોરણમાં અભ્યાસ કરે છે પરંતુ તેને ભણવામાં બિલકુલ રસ નથી અને તેને હરવા ફરવામાં વધુ રસ છે તેમજ તેના ઘરે તેના માતા–પિતા દ્વારા ભણવા માટે થોડો ઠપકો આપતાં હિલને ખોટું લાગી ગયું હતું અને તે શાળાએથી જ ઘર છોડીને ચાલ્યો ગયો હતો. તેના પરિવારજનો દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ પણ મૂકવામાં આવ્યો હતો અને શોધખોળ હાથ ધરી હતી. શહેરમાં રહેલા સીસીટીવી ફૂટેજને આધારે શોધખોળ કરતાં એજ દિવસે સાંજે હિલ સુરતના વરાછા ખાતેથી મળી આવ્યો હતો. આ ઉપરાંત હિલ મળી ગયો હોવાની માહિતી આપતો મેસેજ સોશિય મીડિયા પર મૂકવામાં આવ્યો હોવા છતાં હજુ પણ તે વાયરલ થઈ રહ્યો છે.

WhatsApp Image 2019-10-11 at 5.42.18 PM.jpeg

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થયા છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ફોટોમાં દેખાતો છોકરો હિલ મળી ગયેલ છે તો હવે કોઈએ પણ આ પોસ્ટને આગળ ન વધારવા અમારી આપ સૌને વિનંતી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, ફોટોમાં દેખાતો છોકરો એક મહિના અગાઉ ગુમ થયો હતો પરંતુ એજ દિવસે સાંજે મળી પણ ગયો હતો.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર ફોટોમાં દેખાતો છોકરો હાલમાં ગુમ થયેલ છે...? જાણો શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: Mixture