જાણો CJI ચંદ્રચૂડ અને અન્ય ન્યાયાધીશોના ઈવીએમ વિરોધના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ અને કેટલાક અન્ય ન્યાયાધીશોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ અને કેટલાક અન્ય ન્યાયાધીશો દ્વારા ઈવીએમનો વિરોધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ અને કેટલાક અન્ય ન્યાયાધીશોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઈવીએમના વિરોધનો નહીં પરંતુ બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સુપ્રીમ કોર્ટના પરિસરમાં એખ કાર્યક્રમ યોજાયો હતો તેનો છે. આ વીડિયોમાં લખાણ એડિટ કરવામાં આવ્યું છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 31 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ અને કેટલાક અન્ય ન્યાયાધીશો દ્વારા ઈવીએમનો વિરોધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ઈવીએમ મશીનના વિરોધમાં CJI અને અન્ય ન્યાયાધીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે કેમ? એ ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ક્યાંય પણ આ પ્રકારની માહિતી કે સમાચાર જોવા મળ્યા ન હતા.
ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો એક યુટ્યુબ યુઝર દ્વારા 17 ડિસેમ્બર, 2023 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટ પરિસરમાં ડૉ. બાબાસાહેબ આંબેડડકરની મૂર્તિના અનાવરણ પ્રસંગે CJI ચંદ્રચૂડે હાજરી આપી તેનો આ વીડિયો છે.
ઉપરોક્ત વીડિયોમાં અમને ક્યાંય પણ EVM के विरोध में એવું લખાણ જોવા મળ્યું ન હતું.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અન્ય સોશિયલ મીડિયા યુઝર દ્વારા પણ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Youtube Post 1 | Youtube Post 2
અમારી વધુ તપાસમાં અમને CJI ચંદ્રચૂડે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપી તે સમયનો આ વીડિયો હોવાની માહિતી Law Today દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારમાં પ્રાપ્ત થઈ હતી.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જેમાં પણ ઉપરોક્ત માહિતી જ આપવામાં આવી હતી. તેમાં પણ ક્યાંય ઈવીએમના વિરોધ અંગેની કોઈ જ માહિતી આપવામાં આવી ન હતી. જે તમે અહીં જોઈ શકો છો. The Indian Express | OneIndia Hindi
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ અને કેટલાક અન્ય ન્યાયાધીશોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઈવીએમના વિરોધનો નહીં પરંતુ બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સુપ્રીમ કોર્ટના પરિસરમાં એખ કાર્યક્રમ યોજાયો હતો તેનો છે. આ વીડિયોમાં લખાણ એડિટ કરવામાં આવ્યું છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:જાણો CJI ચંદ્રચૂડ અને અન્ય ન્યાયાધીશોના ઈવીએમ વિરોધના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય....
Written By: Vikas VyasResult: False