તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા પર ખુલ્લા આકાશ નીચે સુઈ રહેલા કેટલાક યુવાનોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ઉત્તરપ્રદેશનો છે જ્યાં TET ની પરીજક્ષા આપવા આવેલા હજારો યુવાનો પરીક્ષાના આગળના દિવસે રસ્તા પર સુઈ ગયા હતા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ખુલ્લામાં સુઈ રહેલા યુવાનોનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ રાજસ્થાનમાં પ્રિયંકા ગાંધીને મળવા માટે એકઠા થયેલા બેરોજગાર યુવાનોનો છે. આ ફોટોને ઉત્તરપ્રદેશમાં લેવાયેલી TET ની પરીક્ષા સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sayan Congress નામના ફેસબુક યુઝર દ્વારા 28 નવેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ઉત્તરપ્રદેશનો છે જ્યાં TET ની પરીજક્ષા આપવા આવેલા હજારો યુવાનો પરીક્ષાના આગળના દિવસે રસ્તા પર સુઈ ગયા હતા.

screenshot-www.facebook.com-2021.11.30-20_19_46.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર performindia.com દ્વારા 28 નવેમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, રાજસ્થાનના જયપુરના લખનૌ ખાતે બેરોજગાર યુવાનો કડકડતી ઠંડીમાં પ્રિયંકા ગાંધીને મળવા માટે પહોંચ્યા હતા.

અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો UP POLICE FACT CHECK દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર 28 નવેમ્બર, 2021 ના રોજ મૂકવામાં આવ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વાયરલ ફોટો UPTET ના વિદ્યાર્થીઓનો નહીં પરંતુ રાજસ્થાનના બેરોજગાર યુવાનોનો છે. UPTET ની પરીક્ષા માટે આવેલા પરીક્ષાર્થીઓ માટે તેમના એડમિટ કાર્ડના આધાર પર સુવિધા સાથે યુપીએસઆરટીસીની બસો દ્વારા તેમના ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે અને આ પરીક્ષા રાજ્યના ખર્ચા પર ફરીથી એક મહિનામાં યોજવામાં આવશે. મહેરબાની કરીને ભ્રામક માહિતી ફેલાવશો નહીં.

વધુમાં અમને UP POLICE FACT CHECK દ્વારા કરવામાં આવેલી વધુ એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, UPTET ની પરીક્ષા સંબંધી ‘आपन देवरिया નામના ફેસબુક એકાઉન્ટ પરથી ભ્રામક ફોટો વાયરલ કરવા બદલ દેવરિયા પોલીસ દ્વારા પ્રિન્સ યાદવ નામના યુવકને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ છે.

વધુમાં અમને "દૈનિક ભાસ્કર" દ્વારા પ્રકાશિત એક સમાચાર અહેવાલમાં આજ ફોટો જેવા વધુ એક ફોટો સાથેના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચારના કેપ્શનમાં એવું લખવામાં આવ્યું છે કે, રાજસ્થાનના બેરોજગાર યુવકો ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીના ઘરે પહોંચ્યા, મહિલાઓ પણ આ ધરણાનો એક ભાગ હતી.’

અમારી વધુ તપાસમાં અમને દૈનિક ભાસ્કર ના નેશનલ એડિટર LP Pant દ્વારા પણ આજ ફોટો સાથેની માહિતી 28 નવેમ્બર, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટમાં પ્રાપ્ત થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ખુલ્લામાં સુઈ રહેલા યુવાનોનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીને મળવા માટે એકઠા થયેલા રાજસ્થાનના બેરોજગાર યુવાનોનો છે. આ ફોટોને ઉત્તરપ્રદેશમાં લેવાયેલી TET ની પરીક્ષા સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીના ઘરે મળવા પહોંચેલા બેરોજગાર યુવાનોનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ... જાણો શું છે સત્ય...?

Fact Check By: Vikas Vyas

Result: False