દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની તસવીર ભ્રામક દાવા વાયરલ.. જાણો શું છે સત્ય…

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political રાષ્ટ્રીય I National

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાનપુરથી પ્રેસિડેંશિયલ ટ્રેનમાં તેમના પરિવાર સાથે લખનઉં પહોંચ્યા હતા. સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિત રાજ્ય સરકારના પ્રધાનોએ ચારબાગ રેલ્વે સ્ટેશન પર તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદથી પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાષ્ટ્રપતિ હોવા દરમિયાન બંનેએ ટ્રેનમાં મુસાફરી કરી હતી, પરંતુ રામનાથ કોવિંદ દ્વારા વિશેષ ટ્રેનમાં મુસાફરી કરવામાં આવી જ્યારે અબ્દુલ કલામે સામાન્ય ટ્રેનમાં મુસાફરી કરી હતી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, અબ્દુલ કલામ અને રામનાથ કોવિંદની તસવીરો વચ્ચેની તુલના યોગ્ય નથી. ડો કલામની જે તસ્વીર શેર કરવામાં આવી છે તે સમયે તે દેશના રાષ્ટ્રપતિ ન હતા. ડો. કલામે રાષ્ટ્રપતિ તરીકેના સમય દરમિયાન અનેક વખત વિશેષ ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhumit Jani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂન 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાષ્ટ્રપતિ હોવા દરમિયાન બંનેએ ટ્રેનમાં મુસાફરી કરી હતી, પરંતુ રામનાથ કોવિંદ દ્વારા વિશેષ ટ્રેનમાં મુસાફરી કરવામાં આવી જ્યારે અબ્દુલ કલામે સામાન્ય ટ્રેનમાં મુસાફરી કરી હતી.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે રામનાથ કોવિંદના ફોટોની શોધ શરૂ કરી હતી. ગૂગલ રિવર્સ ઇમેજના માધ્યમથી અમને ઝી ન્યૂઝ અને અમર ઉજાલા દ્વારા 28 જૂન 2021ના ​​રોજ પ્રકાશિત અહેવાલો પ્રાપ્ત થયા હતા. આ અહેવાલો અનુસાર, આ ફોટો તે સમયે લેવામાં આવ્યો છે જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદની ટ્રેન દ્વારા તેમના પરિવાર સાથે 28 જૂને લખનઉં રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.

યુટ્યુબ પર 28 મી જૂન 2021ના ભારતના રાષ્ટ્રપતિની સત્તાવાર ચેનલ પર અપલોડ કરેલી 2 મિનિટ 46 સેકંડની વિડિયો પ્રાપ્ત થયો હતી. જ્યારે રાષ્ટ્રપતિ લખનઉં રેલવે સ્ટેશન પહોંચ્યા, તે દરમિયાન સીએમ યોગી, રાજ્યપાલ આનંદીબેન અને અન્ય લોકો અને મંત્રીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.

ત્યારબાદ અમે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની ફોટોને શોધવા ગૂગલ રીવર્સ ઇમેજના માધ્યમથી સર્ચ કરતા અમને 15 ઓક્ટોબર 2018ના ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત એક ફોટો ગેલેરી પ્રાપ્ત થઈ હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ 2010 માં ટ્રેન દ્વારા રાઉરકેલા પહોંચ્યા હતા.

NewIndianExpress | Archive

21 ફેબ્રુઆરી 2019ના રોજ અબ્દુલ કલામના સલાહકાર શ્રીજન પાલસિંહના ઓફિશિયલ ફેસબુક પેજ પર શેર કરેલી એક પોસ્ટ મળી હતી. આ પોસ્ટમાં તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની તસવીર શેર કરી હતી. શ્રીજનના જણાવ્યા મુજબ, “આ તસવીર ત્યારની છે જ્યારે કલામની ફ્લાઇટ ખરાબ હવામાનને કારણે રદ કરવામાં આવી હતી અને તે ટ્રેન દ્વારા ભુવનેશ્વરથી રાઉરકેલા પહોંચ્યા હતા.

Archive

જુદા જુદા કિવર્ડની મદદથી ગૂગલ પર શોધ કરતા અમને ટાઇમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત એક અહેવાલ મળ્યો હતો. આ અહેવાલમાં પૂર્વ રાષ્ટ્રપતિના આ ટ્રેન પ્રવાસ વિશે માહિતી આપવામાં આવી હતી. જેના પરથી સાબિત થાય છે કે વાયરલ થઈ રહેલી તસવીર વર્ષ 2010ની છે.

વર્ષ 2010માં ડોક્ટર અબ્દુલ કલામ દેશના રાષ્ટ્રપતિ હતા?

કેટલાક કીવર્ડની સહાયથી શોધ કરતાં અમને જાણવા મળ્યું કે ડો.અબ્દુલ કલામ 2002 થી 2007 દરમિયાન દેશના રાષ્ટ્રપતિ હતા. વર્ષ 2010માં, દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલ હતા.

શું પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ વિશેષ ટ્રેનથી મુસાફરી કરી હતી?

કેટલાક જુદા જુદા કીવર્ડની મદદથી ગૂગલ સર્ચ કરતા, અમને 24 જૂન 2021ના ​ નવભારત ટાઇમ્સ અને ટાઇમ્સ નાઉ દ્વારા પ્રકાશિત અહેવાલો મળ્યા હતા. આ બંને અહેવાલો અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે.અબ્દુલ કલામ પણ રાષ્ટ્રપતિ હતા ત્યારે ખાસ ટ્રેનમાં મુસાફરી કરી હતી.

Navbharat Times | Archive

ત્યારબાદ અમને રાષ્ટ્રપતિ ભવન આર્કાઇવ્સના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર 25 જૂન, 2021 ના ​​રોજ કરવામાં આવેલુ ટ્વિટ મળ્યુ હતુ. આ ટ્વિટમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિઓની વિશેષ ટ્રેન મુસાફરી વિશે માહિતી આપવામાં આવી હતી.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અબ્દુલ કલામ અને રામનાથ કોવિંદની તસવીરો વચ્ચેની તુલના યોગ્ય નથી. ડો કલામની જે તસ્વીર શેર કરવામાં આવી છે તે સમયે તે દેશના રાષ્ટ્રપતિ ન હતા. ડો. કલામે રાષ્ટ્રપતિ તરીકેના સમય દરમિયાન અનેક વખત વિશેષ ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી.

Avatar

Title:દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની તસવીર ભ્રામક દાવા વાયરલ..

Fact Check By: Yogesh Karia 

Result: Misleading