શું ખરેખર હાથરસ જિલ્લામાં ગેંગરેપનો ભોગ બનેલી પિડિતાનો ફોટો છે..? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Bharat Ratanben Somabhai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહેરબાની કરીને આ કૃત્યને ધર્મ, નાત-જાત અને રાજકારણ સાથે ના જોડતા. આજે આ છોકરી છે કાલે તમારી છોકરી કે બહેન પણ હોઈ શકે. હાથરસ, યુપી: – 19 વાય / જે તેની માતા સાથે હતી, રસ્તામાં મેદાનમાં ઘાસ કાપીને તેના દુપટ્ટા સાથે ગળાડૂબ થઈ હતી, તેની જાતિય હુમલો કરવામાં આવ્યો હતો અને પુરુષોના જૂથ દ્વારા તેની જીભ કાપવામાં આવી હતી. માતા કહે છે, છોકરી અંતરે ઘાસ કાપી રહી હતી અને તે ગુમ થઈ ગઈ હતી તે સમજવામાં થોડો સમય લાગ્યો હતો. શોધખોળ કરતાં તે નજીકમાં આવેલા રસ્તાના ક્ષેત્રમાં બેભાન અવસ્થામાં મળી હતી.” 

શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 79 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 20 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 24 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાથરસ જિલ્લામાં દુષ્કર્મનો ભોગ બનેલી પિડિતાનો છે.

FACEBOOK | FB POST ARCHIVE

સૌપ્રથમ પોસ્ટમાં જે ફોટો વાયરલ છે તે છોકરીની ઓળખ સ્થાપિત કરવા માટે અમે વિવિધ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શોધ કરી હતી. દરમિયાન અમને કેટલીક ફેસબુક પોસ્ટ મળી આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વાયરલ ફોટો હાથરસ પિડિતાનો નથી.

વિપિન તિવારી નામના એક યુઝરે પોતાની ફેસબુક પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે આ છોકરી તેના મિત્ર અજયની બહેન છે. ગયા વર્ષે ચંદિગઢની એક હોસ્પિટલમાં તેનું નિધન થયું હતું.

ઉપરોક્ત પૂરાવાની મદદથી અમે અજય જીતુ યાદવની ફેસબુક પ્રોફાઇલ મળી હતી. તેણે 29 સપ્ટેમ્બરના રોજ એક પોસ્ટ શેર કરીને વાયરલ થયેલા ફોટો વિશેની સ્પષ્ટતા કરી હતી.

“હાથરસના મામલે શેર કરવામાં આવી રહેલો ફોટો ખરેખર મારી બહેનનો છે. ડોકટરોની બેદરકારીને કારણે ચંદીગઢની એક હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. ન્યાય માટે જ્યારે પોલીસે હોસ્પિટલ સામે એફઆઈઆર નોંધવાની ના પાડી હતી ત્યારે સોશિયલ મિડિયા પર અભિયાન ચલાવ્યું હતુ. કેસ ચંડીગઢમાં હજી ચાલી રહ્યો છે. હું બધાને વિનંતી કરું છું કે હાથરસ ગેંગરેપનો ભોગ બનનાર તરીકે મારી બહેનનો ફોટો શેર ન કરો.” અજયે તેની બહેનના ફોટાની સ્પષ્ટતા કરતા કેપ્શનમાં લખ્યું હતુ.

ઓરિજનલ પોસ્ટ : FACEBOOK | ARCHIVE

અમે અજય જીતુ યાદવના એકાઉન્ટની મદદથી તેમની બહેનના કેસ સંબંધિત ઘણી પોસ્ટ શોધી કાઢી હતી.

તે સમયના મિડિયા રિપોર્ટ અનુસાર, તેમની બહેનને જુલાઇ 2018 માં પેટમાં ભારે દુખાવો થઈ રહ્યો હતો ત્યારે ચંદિગઢની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેણી સર્જરીમાંથી પસાર થઈ હતી. સર્જરીના ત્રણ દિવસ બાદ તેનું મોત નીપજ્યું હતું.

FACEBOOK POST

તેમના પરિવારે ડોકટરોની બેદરકારીનો આરોપ લગાવ્યો હતો અને તેમની મૃત્યુ માટે તેમને દોષી ઠેરવ્યા હતા. તેઓએ હોસ્પિટલ સામે ધરણાની પણ કર્યા હતા.

તેના ઘણા મિત્રો અને સંબંધીઓએ તેના પરિવારની વ્યથા સોશિયલ મિડિયા પર શેર કરી હતી. તેઓએ આરોપ પણ લગાવ્યો હતો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચેડા કરવામાં આવ્યા છે.

અજય જીતુ યાદવે 24 જુલાઈ 2018 ના રોજ તેની બહેનની અંતિમ વિધિની તસવીરો શેર કરી હતી. આ પોસ્ટમાં, તમે તેના ગુલાબી રંગના ડ્રેસ માંનો ફોટો જોઈ શકો છો જે કથિત હાથરસ ગેંગરેપની ઘટના બાદ સોશિયલ મિડિયા પર ફરતો થઈ રહ્યો છે.

ફેસબુક | સંગ્રહ

અમે વધુ માહિતી માટે અજય જીતુ યાદવનો સંપર્ક કર્યો છે અને અમને તેનો જવાબ મળે પછી આ આર્ટિકલને વધુ અપડેટ કરીશું.

દરમિયાન, આજતકએ હાથરસ પિડિતાના ભાઈનો સંપર્ક કર્યો હતો, જેણે વાયરલ દાવાને નકારી કાઢતા સ્પષ્ટતા કરી હતી કે ફોટોમાં રહેલી યુવતી તેની બહેન નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ચંદીગઢની એક અલગ અને અસંબંધિત યુવતીનો ફોટો છે, જેનું મૃત્યુ વર્ષ 2018માં થયું હતું, આ ફોટો હાથરસ ગેંગરેપનો ભોગ બનેલી યુવતીનો નથી.

Avatar

Title:શું ખરેખર હાથરસ જિલ્લામાં ગેંગરેપનો ભોગ બનેલી પિડિતાનો ફોટો છે..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False