
Vishal Rajgor નામના ફેસબુક યુઝર દ્વારા 6 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, ‘कश्मीर मे प्रसाद बटना शुरू .शठं प्रति शाठ्यम् ।’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 34 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકો તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કાશ્મીરમાં પોલીસે ફરી લોકો પર લાઠીચાર્જ શરૂ કર્યો.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે વિડિયો માંથી સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધવા પ્રર્યત્ન હાથ ધર્યો હતો. દરમિયાન અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબના પરિણામો પ્રાપ્ત થયા ન હતા. હાલ કાશ્મીરમાં કલમ 144 લાગુ છે. તો ત્યાં આ પ્રકારે જો પોલીસે લાઠી ચાર્જ કર્યો હોય તો તમામ મિડિયા દ્વારા આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા જ હોય. તેથી અમે ગૂગલ પર લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબના પરિણામો પ્રાપ્ત થયા ન હતા. બાદમાં વિડિયોને ધ્યાનથી જોઈ રહ્યા હતા તે દરમિયાન અમને એક પોલીસ થાનાનું નામ વાંચવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત થાણાનું નામ અમને મળતા અમે ગૂગલ પર ‘lathi charge in Muslim by police in gardanibagh thana’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો વર્ષ ઓગસ્ટ 2015નો છે. બિહારના પટણામાં મદ્રેસાના શિક્ષકો રાજ્ય સરકાર સામે ઉપવાસ પર બેઠા હતા. કારણ કે, તેમને છેલ્લા બે વર્ષથી પગાર મળ્યો ન હતો. દરમિયાન પોલીસે તેમના પર લાઠી ચાર્જ કર્યો હતો આ તે સમયનો વિડિયો છે. જે સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.


પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો 4 વર્ષ જૂનો છે અને બિહારના પટણાનો છે. હાલમાં કાશ્મીરમાં આ પ્રકારે કોઈ લાઠી ચાર્જની ઘટના બનવા પામી નથી.

Title:શું ખરેખર કાશ્મીરમાં પોલીસે લોકો પર લાઠી ચાર્જ શરૂ કર્યો….? જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
