શું ખરેખર આ વીડિયો સુરતની કામરેજ ચોકડીનો છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Dipak Patel  નામના એક ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કામરેજ ચોકડી… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એક વીડિયો મૂકવામાં આવ્યો છે અને એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો સુરતની કામરેજ ચોકડીનો છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1000 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 30 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા તેમજ 553 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive | Video Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.co.in-2019.08.06-14-25-38.png

Archive

ઉપરના પરપણામોમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સંલગ્ન કોઈ ઠોસ પરિણામ મળ્યા ન હતા. તેથી અમે અમારી તપાસને આગળ વધારી હતી અને સુરતના કામરેજ ખાતે ત્યાંના સ્થાનિકો સાથે આ વીડિયો અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો સુરતની કામરેજ ચોકડીનો નથી.” હવે એ સ્પષ્ટ થઈ ગયું હતું કે વીડિયો સુરતનો નથી તો હવે એ પણ જાણવું જરૂરી હતું કે, તો પછી આ વીડિયો છે ક્યાંનો? જેના માટે અમારી વધુ તપાસમાં અમે વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં એક સાઈડ પર બે બાઈક સવાર જઈ રહ્યા છે તો સામેની બાજુએથી એક સીટી બસ આવી રહેલી દેખાય છે આ સીટી બસના બોર્ડને અમે ધ્યાનથી જોતાં અમને તેના પર CHANDPOLE લખેલું દેખાયું હતું. તેમજ બાઈકની નંબર પ્લેટ પર જોતાં બાઈકનો નંબર RJ 14 DU 5722 હોવાનું માલૂમ પડ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.

2019-08-06.png

 ત્યાર બાદ સૌપ્રથમ અમે બાઈકના નંબર પરથી તેના માલિકનો સંપર્ક કરવા માટે રાજસ્થાનની આરટીઓ વ્હીકલ રજિસ્ટ્રેશન ડિટેલ્સની વેબસાઈટ પર જઈ સર્ચ કરતાં અમને આ બાઈક જયપુરના દક્ષિણ ભાગનું હોવાનું માલૂમ પડ્યું હતું. બાકી કોઈ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી.  

screenshot-www.drivespark.com-2019.08.06-14-48-15.png

ત્યાર બાદ અમે ગુગલ મેપનો સહારો લઈ CHANDPOLE સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યુ હતું કે, આ વિસ્તાર રાજસ્થાનના જયપુર શહેરમાં આવેલો છે અને આ સીટી બસ પણ જયપુરની જ છે. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.google.co.in-2019.08.06-14-40-19.png

હવે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અમે જયપુર સાઉથના ટ્રાફિક ઈન્સપેક્ટર સકિલ અહેમદ સાથે આ ઘટના અંગે વાત કરતાં તેઓએ વીડિયો જોઈને અમને જણાવ્યું હતું કે, “જયપુરના 200 ફૂટ બાયપાસ બ્રિજનો આ વીડિયો છે અને આ વીડિયો લગભગ 15 થી 20 દિવસ પહેલાનો છે.”

અમારી વધુ તપાસમાં અમે ફેસબુક પર जयपुर 200 फुट बाईपास સર્ચ કરતાં રાજસ્થાનના લોકો દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને શેર કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. આ તમામ પોસ્ટમાં એવી માહિતી આપેલી હતી કે, આ વીડિયો જયપુરના 200 ફૂટ બાયપાસ રોડનો છે જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.facebook.com-2019.08.06-14-59-19.png

અમારા તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સુરતની કામરેજ ચોકડીનો નહીં પરંતુ રાજસ્થાનના જયપુર શહેરનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સુરતની કામરેજ ચોકડીનો નહીં પરંતુ રાજસ્થાનના જયપુર શહેરનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર આ વીડિયો સુરતની કામરેજ ચોકડીનો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False