શું ખરેખર કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા દ્વારા કલમ 370 પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Jayesh Rathod  નામના ફેસબુક યુઝર દ્વારા 6 ઓગષ્ટ, 2019 ના રોજ I Support Namo

 નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં બાબા રામદેવના ફોટો સાથે એવું લખેલું છે કે,  कांग्रेस की सरकार आते ही हम फिर से लागू कर देंगे धारा370 – सुरजेवाला। हलाला की पैदाइस ?  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં જ સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35 એ નાબૂદ કરવામાં આવી છે. જેને લઈને કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે, કોંગ્રેસની સરકાર બનતાં જ અમે કલમ 370 ફરીથી લાગુ કરી દઈશું. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 349 લોકોએ લાઈક કરી હતી. 92 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 52 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.08.06-22-38-56.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા દ્વારા કોંગ્રેસની સરકાર બનશે તો અમે 370 ફરીથી લાગુ કરી દઈશું એ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત. એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ कांग्रेस की सरकार आते ही हम फिर से लागू कर देंगे धारा 370 – सुरजेवाला સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.07.13-19-02-55.png

Archive

ઉપરના તમામ પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ પણ મીડિયા માધ્યમ દ્વારા પ્રસારિત કરવામાં આવેલી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે યુટ્યુબનો સહારો લઈ कांग्रेस की सरकार आते ही हम फिर से लागू कर देंगे धारा 370 – सुरजेवाला સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.youtube.com-2019.08.06-22-50-23.png

 Archive

અમારી વધુ તપાસમાં અમે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય જ છે જેના લીધે અમે તેમના ફેસબુક અને ટ્વિટર પર પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતી શોધવાની કોશિશ કરી હતી. તો ત્યાં પણ અમને  પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થયા છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા દ્વારા આ પ્રકારનું કોઈ જ નિવેદન આપવામાં આવ્યું હોવાની માહિતી અમારી તપાસમાં ક્યાંય પ્રાપ્ત થઈ ન હતી.

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા દ્વારા કલમ 370 પર હાલમાં આ પ્રકારનું કોઈ જ નિવેદન આપવામાં આવ્યું હોવાની માહિતી અમારી તપાસમાં ક્યાંય પ્રાપ્ત થઈ ન હતી.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા દ્વારા કલમ 370 પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False