શું ખરેખર યોગી આદિત્યનાથ સાથે ફોટોમાં દેખાતી વ્યક્તિ વિકાસ દુબે છે…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Dinkar Brahmbhatt નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ ઉત્તરપ્રદેશ ના કાનપુર ની તસ્વીર છે. જ્યાં વિકાસ દૂબે નામના એક ગુન્હેગાર ને પકડવા જતાં, તેને ગોળીબાર કરતાં આઠ પોલીસ કર્મચારી મોત ને ભેટ્યા. દેશ સલામત હાથોમાં છે. ચિંતા કરશો નહીં. બાજુમાં વિકાસ દૂબે મુખ્યમંત્રી સાથે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 69 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બીજા ફોટોમાં યોગી યાદિત્યનાથ સાથે જે વ્યક્તિ દેખાઈ રહી છે તે ગેંગસ્ટર વિકાસ દુબે છે.”

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ફોટોમાં દેખાતી વ્યક્તિ અંગેની માહિતી પ્રાપ્ત કરતા જાણવા મળ્યુ હતુ કે, આ ફોટો કાનપુર-બુંદેલખંડ ક્ષેત્રના કાનપુર યુનિવર્સિટીમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ હોવાનો જાણવા મળ્યું છે. વિકાસ દુબે ભાજપા નામના ફેસબુક યુઝર દ્વારા આ ફોટા સાથે ખુલાસો આપવામાં આવ્યો હતો અને તેમણે જણાવ્યુ હતું કે, સોશિયલ મીડિયા પર મારું એક સરખું નામ હોવાથી આરોપી વિકાસ દુબે તરીકે મારૂ નામ જોડી અને બદનામી કરવામાં આવી રહી છે. તેમણે આ રીતે ખોટી અને અસત્ય માહિતી ન ફેલાવવાની અપીલ પણ કરી હતી.

ARCHIVE

આ સિવાય વિકાસ દુબે દ્વારા આ અંગે ખુલાસો કરતો વિડિયો પણ શેર કરવામાં આવ્યો આવ્યો હતો. તેમના દ્વારા પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવશે તેવુ જણાવવામાં આવ્યુ હતુ.

ARCHIVE

હિન્દી ખબર (ARCHIVE) વેબસાઇટ પર કાનપુરના ગેંગસ્ટર વિકાસ દુબેની ગુનાહિત પૃષ્ઠભૂમિની માહિતી આપવામાં આવી છે. તેમજ તે નીચે હિન્દી ખબરને આપેલા ઇન્ટરવ્યુમાં જોઈ શકો છો કે, ભાજપના વિકાસ દુબે અને ગેંગસ્ટર વિકાસ દુબે બંને જુદા છે.

ARCHIVE

ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના વિકાસ દુબે અને ગેંગસ્ટર વિકાસ દુબે વચ્ચેના તફાવતને સમજાવતો ફોટોગ્રાફ તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગેંગસ્ટર વિકાસ દુદેનો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ફોટો નથી. ફોટોમાં જે દેખાય છે તે ભાજપાના નેતા છે. 

Avatar

Title:શું ખરેખર યોગી આદિત્યનાથ સાથે ફોટોમાં દેખાતી વ્યક્તિ વિકાસ દુબે છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False